IND vs BAN Playing XI: બીજી ટેસ્ટમાં આ ગુજરાતીને મળી તક, કોણે બહાર કરાયો ? જુઓ પ્લેઇંગ ઇલેવન
ભારતીય ટીમ અત્યારે બાંગ્લાદેશના પ્રવાસે છે, અહીં ભારતીય ટીમે પહેલા વનડે સીરીઝ રમી, જેમાં હારનો સામનો કરવો પડ્યો હતો
IND vs BAN 2nd Test: ભારતીય ટીમ અત્યારે બાંગ્લાદેશના પ્રવાસે છે, અહીં ભારતીય ટીમે પહેલા વનડે સીરીઝ રમી, જેમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને હવે ટેસ્ટ સીરીઝ રમી રહી છે, રેગ્યુલર કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાની કમાન અત્યારે કેએલ રાહુલ સંભાળી રહ્યો છે, અને ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ મેચ જીતી ચૂકી છે, આજથી બન્ને દેશો વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરૂ થઇ છે. બીજી ટેસ્ટમાં આજે બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે ભારતીય ટીમને બૉલિંગ માટે આમંત્રણ મળ્યુ છે.
આજે કુલદીપ બહાર, ઉનડકટ અંદર -
ખાસ વાત છે કે, આજની પ્લેઇંગ ઇલેવનમાંથી કુલદીપ યાદવને બહાર કરી દેવાયો છે, કુલદીપની જગ્યાએ જયદેવ ઉનડકટને તક આપવામાં આવી છે. કેએલ રાહુલના મતે અહીંની વિકેટ મૂંઝવણભરી છે, વિકેટ પર ઘાસ છે અને આવી સ્થિતિમાં તેણે સ્પિનરને બદલે ફાસ્ટ બોલરને રમાડવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ બાંગ્લાદેશની ટીમમાં યાસિર અલી અને ઇબાદતની જગ્યાએ મોમિનુલ અને તસ્કીન અહેમદને પ્લેઇંગ-11માં સ્થાન આપવામાં આવ્યું છે.
ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન -
કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત, આર અશ્વિન, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.
A look at our Playing XI for the 2nd Test.
— BCCI (@BCCI) December 22, 2022
One change for #TeamIndia. Jaydev Unadkat comes in XI.
Live - https://t.co/XZOGpedIqj #BANvIND pic.twitter.com/ampkK88yX2
શાકિબે કેમ ટૉસ જીતીને પહેલા લીધી બેટિંગ -
બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. તેનું કહેવું છે કે આ વિકેટ પર શરૂઆતના દિવસે બેટ્સમેનોને મદદ મળશે અને બાદમાં સ્પિનરોનો દબદબો રહેશે. શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમની પીચ ખરેખર શરૂઆતના દિવસે બેટ્સમેનોને મદદ કરી રહી છે. આ પછી સ્પિનરોને અહી મદદ મળશે. અહીં ચોથી ઇનિંગ્સમાં સ્પિનરોનો સામનો કરવો મુશ્કેલ છે. આવી સ્થિતિમાં ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરવું બાંગ્લાદેશ માટે ફાયદાકારક સોદો સાબિત થશે. બાંગ્લાદેશે આ ટેસ્ટ માટે પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે. ટીમ ઈન્ડિયામાં પણ એક ફેરફાર કરવામાં આવ્યો છે.
બાંગ્લાદેશની પ્લેઇંગ ઇલેવન -
નઝમૂલ હૌસેન શાન્તો, જાકીર હસન, મોમીનૂલ હક, લિટન દાસ, મુસ્તફિકૂર રહીમ, શાકિબ અલ હસન (કેપ્ટન), નુરુલ હસન (વિકેટકીપર), મહેદી હસન, તૈજૂલ ઇસ્લામ, તસકીન અહેમદ, ખાલીદ અહેમદ.
નોંધનીય છે કે ટીમ ઇન્ડિયા હાલમાં અહીં બે મેચોની ટેસ્ટ સીરીઝ રમી રહી છે, અને પ્રથમ ટેસ્ટમાં જીત સાથે સીરીઝ પર 1-0થી લીડ બનાવી ચૂકી છે. આ બીજી ટેસ્ટ જીતીને ભારતની નજર ટેસ્ટ સીરીઝમાં વ્હાઇટ વૉશ કરવા પર રહેશે.