શોધખોળ કરો
Advertisement
કોહલી અને સ્ટોક્સ મેદાન પર ઝગડી પડ્યા, કોહલીને આઉટ કર્યા પછી સ્ટોક્સે શું કરેલુ કે કોહલીએ કાઢ્યો ગુસ્સો?
ટોસ જીત્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે અત્યાર સુધીમાં 5 વિકેટ ગુમાવીને 131 રન બનાવી લીધા હતા. બેન સ્ટોક્સ 55 રન બનાવી આઉટ થયો હતો
અમદાવાદઃ અમદાવાદના નવનિર્મિત સ્ટેડિયમમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે. ટોસ જીત્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 5 વિકેટ ગુમાવીને 131 રન બનાવી લીધા હતા. ત્યારે બેન સ્ટોક્સ 55 રન બનાવી આઉટ થયો હતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયા કેપ્ટન વિરાટ કોહલી અને બેન સ્ટોક્સ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. સિરાજના બાઉંસર બાદ સ્ટોક્સે તેને કઇંક કહ્યું હતું અને બાદ બંનેએ એકબીજા સામે ઘૂરકિયા કર્યા હતા. બંને આટલેથી અટક્યા નહોતા તે પછી વિરાટ કોહલીએ સ્ટોક્સને કઇંક કહ્યું હતું. જેને લઈ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બંને વચ્ચે વાત વણસી જતાં એમ્પાયરે દરમિયાનગીરી કરવી પડી હતી.
વિરાટ કોહલી અને બેન સ્ટોક્સ મેદાન એકબીજા સામ સામે આવી ગયા હતા. આ ઘટના પહેલા સત્રમાં બની હતી, 13મી ઓવરના પહેલા બોલ પર સિરાજે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને આઉટ કરી દીધો હતો. રૂટ આઉટ થયા બાદ સ્ટોક્સ બેટિંગ કરવા ઉતર્યો હતો. ઓવર પુરી થયા બાદ સ્ટોક્સે સિરાજને કઈક કહ્યુ હતુ. આ પછી ડ્રિંક્સ બ્રેક દરમિયાન કેપ્ટન કોહલી અને સ્ટોક્સ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ ઓન-ફીલ્ડ અમ્પાયર વિરેન્દ્ર શર્મા અને નીતિન મેનનએ આ મામલને શાંત પાડ્યો હતો.
આ અગાઉની ટેસ્ટમાં વિરાટ કોહલીની વિકેટ સ્ટોક્સે જ લીધી હતી. કોહલીના આઉટ થયા બાદ સ્ટોક્સે મોઢા પર આંગળી રાખીને તેમને સેંડ-ઓફ દીધી હતું. આ વાતનો કોહલીએ ગુસ્સો કાઢ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion