શોધખોળ કરો

IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર

IND vs ENG 5th T20: યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને પડતો મુકાયો; જાણો ભારત અને ઇંગ્લેન્ડની અંતિમ પ્લેઇંગ 11.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારત-ઇંગ્લેન્ડ 5મી T20: શ્રેયસ ઐયરે ટોસ જીતી બોલિંગ પસંદ કરી.
  • ભારતીય ટીમમાં સંજુ સેમસન અને સૂર્યાંશ શેડગેને તક મળી.
  • કેપ્ટને ભવિષ્ય માટે વિવિધ વિકલ્પો અજમાવવાનું જણાવ્યું છે.

IND vs ENG 5th T20: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની T20 સિરીઝની આજે પાંચમી અને અંતિમ મેચ સાઉથમ્પ્ટનના રોઝ બાઉલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ સિરીઝની પહેલી મેચ વરસાદને કારણે રદ થઈ હતી, જ્યારે ત્યારબાદની સળંગ 3 મેચો જીતીને ઇંગ્લેન્ડે સિરીઝ પહેલાથી જ પોતાના નામે કરી લીધી છે. આજની ઔપચારિક મેચમાં ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે, જેથી ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરશે.

ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફારો

આજની મેચ માટે બંને ટીમોની પ્લેઇંગ 11 માં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે. ટીમ ઇન્ડિયાની વાત કરીએ તો, 15 વર્ષીય યુવા વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ 11 માંથી બહાર બેસાડવામાં આવ્યો છે અને તેના સ્થાને સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસનની ટીમમાં વાપસી થઈ છે. આ ઉપરાંત વોશિંગ્ટન સુંદરની જગ્યાએ સૂર્યાંશ શેડગેને તક આપવામાં આવી છે.

ટોસ જીત્યા બાદ કેપ્ટન શ્રેયસ ઐયરે શું કહ્યું?

ટોસ જીત્યા બાદ પોતાના નિર્ણય અંગે વાત કરતા શ્રેયસ ઐયરે કહ્યું હતું કે, "અમે પ્રથમ બોલિંગ કરીશું. પાછલી કેટલીક મેચોમાં અમારા બોલિંગ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. મને લાગે છે કે અમે લગભગ તમામ રણનીતિઓ અજમાવી લીધી છે. અહીં પવન ખૂબ જ તેજ ફૂંકાઈ રહ્યો છે અને અમે પીચની સ્થિતિ અંગે અગાઉથી ચર્ચા કરી લીધી હતી. પિચમાં બહુ ફેરફાર થવાની શક્યતા નથી, તેથી અમે પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું છે."

આ પણ વાંચોઃ યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?

પ્લેઇંગ 11 માં થયેલા ફેરફારો અંગે તેણે ઉમેર્યું કે, "અમારી ટીમમાં 2 ફેરફાર કરવામાં આવ્યા છે. વોશિંગ્ટન સુંદરની જગ્યાએ સૂર્યાંશ શેડગે રમી રહ્યો છે, અને વૈભવ સૂર્યવંશીની જગ્યાએ સંજુ સેમસનનો સમાવેશ કરાયો છે. મને લાગે છે કે ટીમને ભવિષ્ય માટે તૈયાર કરવા વિવિધ વિકલ્પો અજમાવવાનો આ એકદમ યોગ્ય સમય છે."

બંને ટીમોની અંતિમ પ્લેઇંગ 11 (Playing XI):

ભારત: અભિષેક શર્મા, સંજુ સેમસન, ઇશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

ઇંગ્લેન્ડ: ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, સેમ કુરન, વિલ જેક્સ, લિયામ ડોસન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને જોશ ટંગ.

આ પણ વાંચોઃ IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11

Frequently Asked Questions

5મી T20 મેચ ક્યાં રમાઈ રહી છે?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી T20 મેચ સાઉથમ્પ્ટનના રોઝ બાઉલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.

5મી T20 મેચમાં ટોસ કોણે જીત્યો અને શું નિર્ણય લીધો?

ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરશે.

ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11માં કયા ફેરફારો થયા છે?

વૈભવ સૂર્યવંશીની જગ્યાએ સંજુ સેમસન અને વોશિંગ્ટન સુંદરની જગ્યાએ સૂર્યાંશ શેડગેનો સમાવેશ કરાયો છે. ટીમને ભવિષ્ય માટે તૈયાર કરવા આ ફેરફારો કરાયા છે.

ભારતીય કેપ્ટને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કેમ લીધો?

શ્રેયસ ઐયરે જણાવ્યું કે પાછલા બોલિંગ પ્રદર્શન, તેજ પવન અને પિચની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. પિચમાં વધુ ફેરફારની શક્યતા નથી.

ટોપ સ્ટોરી

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IPL 2027: સનરાઇઝર્સ હૈદરાબાદે કર્યો મોટો ટ્રેડ, આ ખેલાડીની ટીમમાં વાપસી  
IPL 2027: સનરાઇઝર્સ હૈદરાબાદે કર્યો મોટો ટ્રેડ, આ ખેલાડીની ટીમમાં વાપસી  
ભારત vs વેસ્ટ ઈન્ડિઝ ચોથી T20: પ્લેઈંગ 11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન; અહીં જુઓ લાઈવ
ભારત vs વેસ્ટ ઈન્ડિઝ ચોથી T20: પ્લેઈંગ 11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન; અહીં જુઓ લાઈવ
શ્રેયસ અય્યરે ICC રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ, ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે નંબર વનની જંગ 
શ્રેયસ અય્યરે ICC રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ, ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે નંબર વનની જંગ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Embed widget