શોધખોળ કરો
Advertisement
ચેન્નાઇના મેદાનનો આ ભારતીય ખેલાડી છે બાદશાહ, આ ખાસ રણનીતિથી ઇંગ્લેન્ડને પાડશે ઘૂંટણીયે, જાણો વિગતે
આ મેદાન પર બન્ને ટીમોની ત્રણ વાર ટક્કર થઇ છે, જેમાં દરેક વખતે ટીમ ઇન્ડિયાનુ પલડુ ભારે રહ્યું છે. આ વખતે પણ ટીમ ઇન્ડિયાનુ પલડુ ભારે રહી શક છે, અને તેના માટે અશ્વિન મુખ્ય ભૂમિકા નિભાવી શકી છે
નવી દિલ્હીઃ ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમવા પાંચમી ફેબ્રુઆરીથી ચેપક મેદાનમાં ઉતરશે. ચેપકનુ મેદાન એકબાજુ ભારતીય ખેલાડીઓ માટે ખાસ ગણાય છે, તો વળી બીજીબાજુ ઇંગ્લેન્ડ માટે કોઇ શ્રાપથી કમ નથી. કેમકે આ મેદાન પર ઇંગ્લેન્ડનો રેકોર્ડ એકદમ ખરાબ રહ્યો છે. ઇંગ્લેન્ડને આ મેદાન પર છેલ્લા 22 વર્ષથી જીત નથી મળી શકી, ચેન્નાઇમાં દરેક વખતે ઇંગ્લિશ ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.
છેલ્લીવાર 1985માં ઇંગ્લિશ ટીમ ભારતને આ ચેપક મેદાન પર હરાવવામાં સફળ રહી હતી. આ મેદાન પર બન્ને ટીમોની ત્રણ વાર ટક્કર થઇ છે, જેમાં દરેક વખતે ટીમ ઇન્ડિયાનુ પલડુ ભારે રહ્યું છે. આ વખતે પણ ટીમ ઇન્ડિયાનુ પલડુ ભારે રહી શક છે, અને તેના માટે અશ્વિન મુખ્ય ભૂમિકા નિભાવી શકી છે.
(પ્રતિકાત્મક તસવીર)
શાનદાર છે અશ્વિનનો રેકોર્ડ...
ભારત માટે આનંદના સમાચાર છે કે આ મેદાન પર આર અશ્વિનનો રેકોર્ડ શાનદાર છે, આ મેદાનનો બાદશાહ ગણાય છે, અશ્વિને અહીંન ચેપક મેદાન પર બે ટેસ્ટ મેચ રમી છે, અને 13 વિકેટ ઝડપી છે. જો આ વખતે પણ અશ્વિન ચાલશે તો ઇંગ્લેન્ડને ઘૂંટણીયે પડવુ પડી શકે છે. આ માટે અશ્વિને ખાસ બૉલિંગ રણનીતિ પણ બનાવી છે, અશ્વિન ફિટ પણ છે.
ચેન્નાઇની પીચ સ્પિનરો માટે મદદરૂપ સાબિત થઇ શકે છે, આ માટે ટીમ ઇન્ડિયા અશ્વિનની સાથે કુલદીપ યાદવ, વૉશિંગટન સુંદર અને અક્ષર પટેલને ઉતારી શકે છે. જોકે બૉલિંગમાં રવિન્દ્ર જાડેજાની કમી જરૂર નડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement