35 વર્ષે આ ઇંગ્લિશ ક્રિકેટરે કર્યુ ટી20માં ડેબ્યૂ, આ પહેલા આ ધાકડ ખેલાડીઓ પણ મોટી ઉંમરમાં કરી ચૂક્યા છે ડેબ્યૂ, જુઓ લિસ્ટ...........
ઇંગ્લિશ ટીમે રિચર્ડ ગ્લીસન (Richard Gleeson) નામના ખેલાડીને પહેલીવાર મેદાનમાં ઉતાર્યો, અને તેને કમાલની બૉલિંગ કરી,
India tour of England: ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) ની વચ્ચે ટી20 સીરીઝની બીજી મેચ બર્મિંઘમ (Edgbaston, Birmingham)માં રમાઇ, આ મેચમાં ભારતે ફરી એકવાર ઇંગ્લિશ ટીમને 49 રનના મોટા અંતરથી કારમી હાર આપી. આ સાથે જ ભારતીય ટીમે સીરીઝ પર 2-0થી કબજો જમાવી લીધો. પરંતુ આ મેચમાં ઇંગ્લેન્ડમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો. ઇંગ્લિશ ટીમે રિચર્ડ ગ્લીસન (Richard Gleeson) નામના ખેલાડીને પહેલીવાર મેદાનમાં ઉતાર્યો, અને તેને કમાલની બૉલિંગ કરી, ખાસ વાત છે કે, રિચર્ડ ગ્લીસને 35 વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ, તેને ડેબ્યૂ મેચમાં જ ભારતના ટૉપ ઓર્ડરને ધરાશાયી કરી નાંખ્યુ.
રિચર્ડ ગ્લીસને બૉલિંગમાં કેર વર્તાવ્યો -
ડેબ્યૂ મેચમાં જ પોતાની ઘાતક બૉલિંગથી ટીમ ઇન્ડિયાને પરેશાન કરનારા રિચર્ડ ગ્લીસને પહેલા રોહિત શર્મા, પછી વિરાટ કોહલી અને ઋષભ પંતને પેવેલિયન મોકલી દીધા. ખાસ વાત છે કે રિચર્ડ ગ્લીસન ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ ઉંમરે ડેબ્યૂ કરનારો ખેલાડી બની ગયો છે. તેને 34 વર્ષ 219 દિવસની ઉંમર દરમિયાન ઇંગ્લેન્ડ તરફથી પોતાની ડેબ્યૂ મેચ રમી.
That's outrageous, @dmalan29! 👏
— England Cricket (@englandcricket) July 9, 2022
Kohli departs...
Scorecard/clips: https://t.co/aZbATuE7p7
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/XPVQfyKLhH
આ ઇંગ્લિશ ક્રિકેટરો પણ મોટી ઉંમરે કરી ચૂક્યા છે ડેબ્યૂ -
પૉલ નિક્સનઃ 36 વર્ષ 80 દિવસ
ડેરેન ગફઃ 34 વર્ષ 268 દિવસ
રિચર્ડ ગ્લીસનઃ 34 વર્ષ 219 દિવસ
જેરેમી સ્નેપઃ 34 વર્ષ 142 દિવસ
What a moment! ❤️
— England Cricket (@englandcricket) July 9, 2022
A wicket on debut for @RicGleeson! 🙌
Scorecard/clips: https://t.co/aZbATuE7p7
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/LB8vQ70Hpb
રિચર્ડ ગ્લીસનનું ઘરેલુ ક્રિકેટમાં પ્રદર્શન -
રિચર્ડ ગ્લીસન (Richard Gleeson) ઘરેલુ ક્રિકેટમાં ફર્સ્ટ ક્લાસ, લિસ્ટ એ અને ટી20 મેચોમાં રમ્યો છે. 34 પ્રથમ શ્રેણી મેચોમાં તેના નામે 143 વિકેટો છે. વળી, લિસ્ટ એની 21 મેચોમાં તેને 28 વિકેટ પોતાના નામે કરી છે. ટી20 ક્રિકેટની વાત કરીએ તો રિચર્ડ ગ્લીસને 64 ઇનિંગોમાં 73 વિકેટો ઝડપી છે. તેનુ ટી20માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 33 રન આપીને 5 વિકેટો છે.
☝️ Rohit Sharma
— England Cricket (@englandcricket) July 9, 2022
☝️ Virat Kohli
☝️ Rishabh Pant
Settling into international cricket nicely @RicGleeson! 🔥
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/hvBFJKeRKE
આ પણ વાંચો....
Astrology: આ રત્ન ઘારણ કર્યાના 30 દિવસ બાદ મળશે અભૂતપૂર્વ સફળતા, જાણો કઇ રાશિએ પહેરવું જોઈએ
DANG : સાપુતારામાં સુરતની 50થી વધુ પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી
India Corona Cases Today: જુલાઈમાં સતત ચોથા દિવસે નોંધાયા 18 હજારથી વધુ કેસ, જાણો આજની સ્થિતિ
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Edible Oil Price: જનતા પર મોંઘવારીનો વધુ એક માર, ખાદ્ય તેલના ભાવમાં થયો મોટો વધારો
Horoscope Today 10 July 2022:વૃષભ, કર્ક, સિંહ અને મીન રાશિના લોકો રહે સાવધાન, જાણો આજનું રાશિફળ