ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
રાજ્યમાં આગામી ચાર દિવસ સાર્વિત્રક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
ગાંધીનગરઃ રાજ્યમાં આગામી ચાર દિવસ સાર્વિત્રક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદ શહેરમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વલસાડ અને કચ્છમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
આજે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરત, ડાંગ, તાપી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે જ્યારે ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરેંદ્રનગર,જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છ અને દીવમાં ભઆરે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યારે આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, ભરૂચ, સુરત, તાપી, ગીર સોમનાથ, દીવ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મંગળવારે નવસારી, વલસાડ, દમણ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, પોરબંદર, ભાવનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, જામનગર, દ્વારકા, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
બુધવારે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ,વલસાડ, નવસારી, રાજકોટ, જામનગર, ભાવનગર, દ્વારકા,બોટાદ અને કચ્છમાં ભારેથી અતિભારે જ્યારે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેંદ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
વલસાડમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેથી અમુક વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે. કાશ્મીરા નગરમાં ઘુંટણસમા પાણી ભરાયા હતા. લોકોના મકાનોમાં પણ પાણી પ્રવેશ્યા છે. જેથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોચ્યા છેઅને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકો પોતાના મકાનોમાંથી ટીવી કે અન્ય સામગ્રીને લઈ બહાર નીકળી રહ્યા છે. તો અમુક લોકોના મકાનોમાં તો કમર સુધી પાણી પહોંચ્યા છે. સતત વરસાદના કારણે ઓરંગા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે અને પાણીના લેવલ પર પાલિકા અને પોલીસની ટીમ સતત નજર રાખી રહી છે.