શોધખોળ કરો
Advertisement
IND vs ENG: બીજી ટેસ્ટમાં મેદાનમાં થઈ દર્શકોની વાપસી, બીસીસીઆઈએ શેર કર્યો આ ખાસ વીડિયો
બીસીસીઆઈ દ્વારા ટ્વીટર પર ટ્વીટ કરવામાં આવેલ આ વીડિયોમાં મેદાન પર રહેલ ખાલી ખુરશી બતાવવામાં આવી છે.
ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે આજે ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચ એટલા માટે પણ ખાસ છે કારણ આ મેચની સાથે જ લવભગ એક વર્ષ બાદ મેદાન પર દર્શકોની વાપસી થઈ ચે. આ પહેલા કોરોનાને કારણે મેદાન પર દર્શકોને મંજૂરી ન હતી. પરંતુ બીસીસીઆઈએ નિર્ણય લેતા આ મેચમાં 50 ટકા દર્શકોને પ્રવેશની મંજૂરી આપી છે. મેદાનમાં દર્શકોની વાપસીને લઈને બીસીસીઆઈએ એક ખાસ વીડિયો મેચ પહેલા ટ્વીટ કર્યો છે.
બીસીસીઆઈ દ્વારા ટ્વીટર પર ટ્વીટ કરવામાં આવેલ આ વીડિયોમાં મેદાન પર રહેલ ખાલી ખુરશી બતાવવામાં આવી છે. સાથે જ તેમાં દર્શકોનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. બીસીસીઆઈએ આ વીડિયો શેર કરતાં લખ્યું, “ભારતીય ટીમના પ્રિય ફેન્સ, અમે મેદાન પર તમને મીસ કરી રહ્યા છીએ, પરંતુ હવે અમે બીજી ટેસ્ટ મેચ માટે દર્શકોનું સ્વાગત કરવા માટે પૂરી રીતે તૈયાર છીએ. ચેપકના મેદાન પર તમને ચીસો પાડતા જોવા માટે અમે રાહ જોઈ રહ્યા છીએ.”
વેચાઈ ગઈ છે તમામ ટિકિટ
આ મેચ માટે 50 ટકા એટલે કે લગભગ 15 હજાર દર્શકોને મેદાન પર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. મેચની તમામ ટિકિટ વેચાઈ ગયી છે અને દર્શકો પ્રથમ દિવસના મેચની મજા લેવા માટે મેદાનમાં પ્રવેશવા માટે ઉત્સુક છે. ટિકિટનું વેચાણ શરૂ કર્યાના કલાકમાં જ તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી.
નોંધનીય છે કે, વિતેલા વર્ષે માર્ચમાં દક્ષિણ આફ્રીકની ટીમ ત્રણ મેચની વનડે સીરીઝ રમવા ભારત આવી હતી. દેહરાદૂનમાં સીરીઝની પ્રથમ મેચ જોવા માટે દર્શકો મેદાનમાં આવ્યા હતા પરંતુ વરસાદને કારણે મેચ રદ્દ થઈ ગઈ હતી. કોરનાને કારણે સીરીઝની
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion