શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

India vs England 2nd ODI: આજે ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે બીજી વન-ડે, જાણો ભારતની Playing 11?

આજે ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે બીજી વન-ડે મેચ રમાશે. મેચ ભારતીય સમયાનુસાર સાંજે સાડા પાંચ વાગ્યે શરૂ થશે.

India vs England: આજે ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે બીજી વન-ડે મેચ રમાશે. મેચ ભારતીય સમયાનુસાર સાંજે સાડા પાંચ વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વનડે જીતીને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આવી સ્થિતિમાં બીજી મેચ જીતીને ટીમ ઈન્ડિયાની નજર સીરીઝ પર કબ્જો કરવા પર રહેશે. ભારત પાસે ઘણા મેચ વિનર ખેલાડીઓ છે. કેપ્ટન રોહિત શર્મા બીજી T20 મેચ જીતવા માટે ટીમમાં મોટા ફેરફાર કરી શકે છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં 10 વિકેટે ધમાકેદાર જીત મેળવી હતી. નોંધનીય છે કે આજની મેચમાં વિરાટ કોહલીનું રમવાનું અનિશ્વિત છે. કોહલી ઇજાના કારણે પ્રથમ વન-ડે રમી શક્યો નહોતો. જોકે કોહલી આજની મેચ રમશે કે નહી તેને લઇને કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ ટોપ ઓર્ડર હોઈ શકે છે

ઈંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં રોહિત શર્મા અને શિખર ધવને શાનદાર રમત બતાવી હતી. આવી સ્થિતિમાં તેઓ ઓપનિંગ કરશે. પ્રથમ મેચમાં બંનેએ સદીની ભાગીદારી નોંધાવી હતી. જો વિરાટ કોહલી ફિટ થશે તો તે ત્રીજા નંબર પર ઉતરશે. અન્યથા સૂર્યકુમાર યાદવને તક આપવામાં આવી શકે છે. વિરાટ કોહલી લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી તે ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં સદી ફટકારી શક્યો નથી.

આ મિડલ ઓર્ડર હશે

ઋષભ પંત વિકેટકીપરની જવાબદારી નિભાવતો જોવા મળશે. હાલમાં, પંત ત્રણેય ફોર્મેટમાં ભારતનો નંબર વન વિકેટ કીપર બેટ્સમેન છે. સૂર્યકુમાર યાદવને પાંચમા નંબર પર તક મળી શકે છે. સૂર્યકુમાર યાદવે ટી20 મેચમાં તોફાની બેટિંગ કરી હતી. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છઠ્ઠા નંબર પર ઉતરશે તે નિશ્ચિત છે. હાર્દિકે પ્રથમ મેચમાં સારી બોલિંગ કરી હતી.

રોહિતને આ બોલરોમાં વિશ્વાસ છે

ઈંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં ભારતીય ફાસ્ટ બોલરોએ શાનદાર રમત બતાવી હતી. જસપ્રીત બુમરાહે 6 વિકેટ લીધી હતી. આ સાથે જ મોહમ્મદ શમીએ 3 વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ એક વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલને તક મળી શકે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન:

રોહિત શર્મા, શિખર ધવન, સૂર્યકુમાર યાદવ/ વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ શમી અને યુઝર્વેન્દ્ર ચહલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vav By Election: કૉંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, વાવ બેઠક પર સ્વરુપજી ઠાકોરની આટલા મતે જીત 

Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં NDAની સુનામી, ઝારખંડમાં JMM રિપીટ, અમિત શાહે ફડણવીસને આપ્યા અભિનંદન

Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન

Maharashtra Election 2024: આ રણનીતિએ મહારાષ્ટ્રમાં ભાજપને અપાવી પ્રચંડ જીત, આ પાંચ મોટા રહ્યા કારણો

ABP Premium

વિડિઓઝ

Vav By Election 2024 : વાવ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોરનો રોમાંચક વિજયMaharashtra: ભાજપ સરકારે શપથ વિધીનું કરી લીધુ પ્લાનિંગ?, જાણો ક્યારે યોજાશે શપથવિધી?Maharashtra Election Result 2024 : દેવેન્દ્રસિંહ ફડણવીશ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ?Election News  2024: મતદારોને રોકવા સરકાર બેરિકેડિંગ લગાવે, પોલીસ રિવોલ્વર રાખે| Congress

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vav By Election: કૉંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, વાવ બેઠક પર સ્વરુપજી ઠાકોરની આટલા મતે જીત 
Vav By Election: કૉંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, વાવ બેઠક પર સ્વરુપજી ઠાકોરની આટલા મતે જીત 
Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં NDAની સુનામી, ઝારખંડમાં JMM રિપીટ, અમિત શાહે ફડણવીસને આપ્યા અભિનંદન
Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં NDAની સુનામી, ઝારખંડમાં JMM રિપીટ, અમિત શાહે ફડણવીસને આપ્યા અભિનંદન
Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન
Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન
Maharashtra Election 2024: આ રણનીતિએ મહારાષ્ટ્રમાં ભાજપને અપાવી પ્રચંડ જીત, આ પાંચ મોટા રહ્યા કારણો
Maharashtra Election 2024: આ રણનીતિએ મહારાષ્ટ્રમાં ભાજપને અપાવી પ્રચંડ જીત, આ પાંચ મોટા રહ્યા કારણો
Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 

Jharkhand Election Result: ઝારખંડમાં હેમંત સોરને 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ પાંચ કારણોસર પાછળ રહી BJP

Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ

Maharashtra: મુખ્યમંત્રીની ખુરશી માટે લડાઈ શરૂ, પોસ્ટરો લાગ્યા,જાણો ફડણવીસ,અજિત પવાર,શિંદેની સીટનું પરિણામ

Embed widget