IND vs ENG: બુમરાહે આ સ્ટાર બોલરનો રેકોર્ડ તોડ્યો, જો કે, બિન્નીના રેકોર્ડથી ઘણો પાછળ છે બુમરાહ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ODI શ્રેણીની પ્રથમ મેચ લંડનના ઓવલ ખાતે રમાઈ હતી. જેમાં જસપ્રીત બુમરાહે ભારત માટે ખતરનાક બોલિંગ કરી હતી અને મેચ દરમિયાન કુલ 6 વિકેટ ઝડપી હતી.
Jasprit Bumrah Record England vs India 1st ODI Kennington Oval London: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ODI શ્રેણીની પ્રથમ મેચ લંડનના ઓવલ ખાતે રમાઈ હતી. જેમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે ભારતને જીત માટે 111 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ દરમિયાન જસપ્રીત બુમરાહે ભારત માટે ખતરનાક બોલિંગ કરી હતી અને મેચ દરમિયાન કુલ 6 વિકેટ ઝડપી હતી. રસપ્રદ વાત એ છે કે બુમરાહે આજની મેચમાં આશિષ નેહરાનો રેકોર્ડ તોડ્યો છે. તો સાથે જ આ મેચમાં પ્રથમ વખત, ભારતીય ફાસ્ટ બોલરોએ એક ODI મેચમાં તમામ 10 વિકેટ લીધી.
બુમરાહ લંડનના ઓવલમાં ખતરનાક ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે જેસન રોયને શૂન્ય પર આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. આ પછી બુમરાહે જો રૂટને પણ શૂન્ય પર આઉટ કર્યો હતો. આ સાથે જ જોની બેરસ્ટો 7 રનના અંગત સ્કોર પર બુમરાહના બોલ પર આઉટ થયો હતો. ત્યાર બાદ બુમરાહે લિવિંગસ્ટોન, ડેવિડ વિલી અને કાર્સીને પણ આઉટ કર્યા હતા. આ રીતે બુમરાહે 7.2 ઓવરમાં 19 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ શ્રેષ્ઠ ODI બોલિંગ ફિગર છે.
સ્ટુઅર્ટ બિન્નીએ ભારત માટે વનડેની એક ઇનિંગમાં સર્વશ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે એક મેચમાં માત્ર 4 રન આપીને 6 વિકેટ લીધી હતી. જ્યારે અનિલ કુંબલે આ રેકોર્ડમાં બીજા સ્થાને છે. તેણે 12 રનમાં 6 વિકેટ લીધી હતી. હવે બુમરાહ ત્રીજા નંબર પર આવી ગયો છે. તેણે 19 રન આપીને 6 વિકેટ પોતાના નામે કરી હતી. આશિષ નેહરાએ એક મેચમાં 23 રન આપીને 6 વિકેટ લીધી હતી.
For his exemplary bowling display, @Jaspritbumrah93 bags the Player of the Match award as #TeamIndia beat England in the first #ENGvIND ODI. 🙌 🙌
— BCCI (@BCCI) July 12, 2022
Scorecard ▶️ https://t.co/8E3nGmlNOh pic.twitter.com/Ybj15xJIZh
ODIમાં ભારત માટે સર્વશ્રેષ્ઠ બોલિંગઃ
6/4 - સ્ટુઅર્ટ બિન્ની
6/12 - અનિલ કુંબલે
6/19 - જસપ્રિત બુમરાહ
6/23 - આશિષ નેહરા