શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઇંગ્લેન્ડની હારથી ગુસ્સે ભરાયેલા કયા ખેલાડીએ BCCI પર દર્શકોને ટિકીટ મુદ્દે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો, જાણો વિગતે
કેટલાક પૂર્વ ક્રિકેટરો અને ઇંગ્લિશ ક્રિકેટરોએ મોટેરાની પીચને દોષ આપવાનુ શરૂ કરી દીધુ હતુ. આ મામલે હવે ઇંગ્લિશ કેપ્ટન જૉ રૂટે બીસીસીઆઇ પર દર્શકોને છેતરવાનો આરોપ લગાવ્યો છે
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી અમદાવાદ ટેસ્ટમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને 10 વિકેટથી હાર આપી હતી. આ સાથે જ કેટલાક પૂર્વ ક્રિકેટરો અને ઇંગ્લિશ ક્રિકેટરોએ મોટેરાની પીચને દોષ આપવાનુ શરૂ કરી દીધુ હતુ. આ મામલે હવે ઇંગ્લિશ કેપ્ટન જૉ રૂટે બીસીસીઆઇ પર દર્શકોને છેતરવાનો આરોપ લગાવ્યો છે.
રૂટે કહ્યું અમે મોટેરામાં ખરાબ રમ્યા અને હારનો સામનો કરવો પડ્યો, પરંતુ બીસીસીઆઇએ વિચારવો જોઇએ કે જ દર્શકોએ પાંચ દિવસની ટેસ્ટ માટે ટિકીટ ખરીદી હતી, તેમના હાથમાં નિરાશા જ આવી છે. આ દર્શકોની સાથે છેતરપિંડી કર્યા જેવુ છે. પીચ વિશે ફેંસલો કરવાનો છે તે આઇસીસી કરશે.
ખાસ વાત છે કે જે મોટેરાની પીચ પર જૉ રૂટે સવાલો ઉઠાવ્યા છે, તે જ પીચ પર રૂટે પ્રથમ ઇનિંગમાં 6.2 ઓવર નાંખીને 8 રનમાં 5 વિકેટ પણ ઝડપી હતી.
ઉલ્લેખનીય છે કે અમદાવાની ડે-નાઇટ ટેસ્ટમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 112 રન બનાવી શકી હતી, અને બીજી ઇનિંગમાં 81 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. જ્યારે ભારતે પહેલી ઇનિંગમાં 145 રન અને બીજી ઇનિંગમાં જીત મેળવી હતી. મોટેરાની પીચ પર અનેક ક્રિકેટરોએ સવાલો ઉઠાવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion