IND Vs ENG: T20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં થશે ફેરફાર, આ ખેલાડી કરી શકે છે વાપસી
મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી સતત બીજી વખત ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ રહ્યો છે. જ્યારે ફાસ્ટ બોલર ટી નટરાજન પણ સીરિઝમાં રમશે કે નહીં તેના પર પ્રશ્નાર્થ છે.
IND Vs ENG: ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારથી પાંચ મેચોની ટી20 સીરિઝ શરુ થવા જઈ રહી છે. આ સીરિઝની શરુઆત પહેલા ટીમ ઈન્ડિયામાં મુશ્કેલી વધી ગઈ છે. મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી સતત બીજી વખત ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ રહ્યો છે. જ્યારે ફાસ્ટ બોલર ટી નટરાજન પણ સીરિઝમાં રમશે કે નહીં તેના પર પ્રશ્નાર્થ છે. રિપોર્ટ્સ અનુસાર લેગ સ્પિનર રાહુલ ચહર શુક્રવારથી શરુ થઈ રહેલી ટી20 સીરીઝમાં વરુણ ચક્રવર્તીના રિપ્લેસ્મેન્ટ તરીકે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવી શકે છે.
વરૂણ ચક્રવર્તી યો યો ટેટ પાસ કરી શક્યો નથી. જેના કારણે તે ટીમમાંથી બહાર થશે. આ પહેલા ચક્રવર્તીને ઓસ્ટ્રેલિયા સામે ટી-20 સીરિઝમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.પરંતુ ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. એવામાં રાહુલ ચહરને વરુણ ચક્રવર્તીના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. રાહુલ ચહર ટેસ્ટ સીરિઝની શરુઆતથી જ ટીમ ઈન્ડિયા સાથે બાયોબબલમાં છે. રાહુલ ચહરની પસંદગી ઈગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ માટે થઈ હતી.
બીજી તરફ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે સફળ બોલર નબીને ઉભરેલા ટી નટરાજનના રમવા પર પણ પ્રશ્નાર્થ છે. નટરાજન પ્રથમ બે મેચ રમવાની સંભાવના ના બરાબર છે. નટરાજન ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝમાં કેટલી મેચ રમી શકે છે તેના પર પણ સ્થિતિ સ્પષ્ટ નથી. રાહુલ તેવટીયા પણ ફિટનેસ ટેસ્ટ પાસ નહીં કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. જો કે, રાહુલ ટીમ ઈન્ડિયા સાથે અમદાવાદમાં ટ્રેનિંગ કરી રહ્યો છે.