IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ક્યારથી શરૂ થશે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી, જાણો પ્રથમ ટેસ્ટમાં કયા 11 ખેલાડી સાથે મેદાનમાં ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા
India vs England Test Series: ભારતીય સમય પ્રમાણે ટેસ્ટ 3.30 કલાકે શરૂ થશે. બપોરે 3 કલાકે ટોસ થશે. મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી થશે.
![IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ક્યારથી શરૂ થશે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી, જાણો પ્રથમ ટેસ્ટમાં કયા 11 ખેલાડી સાથે મેદાનમાં ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા IND vs ENG: Team India's Predicted Playing 11 for 1st Test vs England IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ક્યારથી શરૂ થશે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી, જાણો પ્રથમ ટેસ્ટમાં કયા 11 ખેલાડી સાથે મેદાનમાં ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/01/22090252/Team-india71.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ટ્રેંટ બ્રિજઃ ભારત ઈને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો બુધવાર 4 ઓગસ્ટથી પ્રારંભ થશે. બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ ટ્રેંટ બ્રિજમાં રમાશે. ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝની સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ -2 નો આરંભ થશે. ઓપનર શુબમન ગિલ સહિત બે ખેલાડી ઈજાગ્રસ્ત થતાં તેમના રિપ્લેસમેન્ટ તરીકે પૃથ્વી શૉ અને સૂર્યકુમાર યાદવને મોકલવામાં આવ્યા છે.
ઓપનિંગમાં રોહિત શર્માની સાથે મયંક અગ્રવાલને સ્થાન મળી શકે છે. જ્યારે ત્રીજા ક્રમે ચેતેશ્વર પુજારા, ચોથા ક્રમે કેપ્ટન વિરાટ કોહલી કોહલી, પાંચમા ક્રમે વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે નિશ્ચિત છે. છઠ્ઠા સ્થાને વિકેટકિપર બેટ્મસેન રિષભ પંત, સાતમા ક્રમે ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને તે પછી આઠમા ક્રમે શાર્દુલ ઠાકુર, નવમા ક્રમે મોહમ્મદ શમી, દસમા ક્રમે ઈશાંત શર્મા અને અગિયારમા ક્રમે જસપ્રીત બુમરાહ ઉતરી શકે છે.
કેટલા વાગે શરૂ થશે મેચ
ભારતીય સમય પ્રમાણે ટેસ્ટ 3.30 કલાકે શરૂ થશે. બપોરે 3 કલાકે ટોસ થશે. મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી થશે.
લોકેશ રાહુલને મળશે તક?
પ્રેક્ટિસ મેચમાં લોકેશ રાહુલે શાનદાર દેખાવ કર્યો હતો. તેથી કોહલી જો તેને રમાડવા માંગે તો પુજારાના સ્થાને અથવા મયંક અગ્રવાલના બદલે તક મળી શકે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં રમેલા જાડેજાને ઇંગ્લેન્ડના હવામાનને જોતાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ નહીં કરવામાં આવે.
આવી હોઈ શકે છે પ્રથમ ટેસ્ટમાં ભારતની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝનો કાર્યક્રમ
- પ્રથમ ટેસ્ટઃ 4 થી 8 ઓગસ્ટ, ટ્રેંટ બ્રિજ, નોટિંઘમ
- બીજી ટેસ્ટઃ 12 થી 16 ઓગસ્ટ, લોર્ડ્સ, લંડન
- ત્રીજી ટેસ્ટઃ 25 થી 29 ઓગસ્ટ, હેડિંગ્સી, લીડ્સ
- ચોથી ટેસ્ટઃ 2 સપ્ટેમ્બર થી 6 સપ્ટેમ્બર, કેનિંગ્સ્ટન, ઓવલ
- પાંચમી ટેસ્ટઃ 10 થી 14 સપ્ટેમ્બર, ઓલ્ડ ટ્રેફર્ડ, માંચેસ્ટર
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)