શોધખોળ કરો
Advertisement
IND Vs ENG: બીજી ટેસ્ટમાં ટીમમાં થશે બે ફેરફાર, આવી હોઇ શકે છે પ્લેઇંગ ઇલેવન, જુઓ લિસ્ટ.....
રિપોર્ટ છે કે પ્રથમ ટેસ્ટ મેચ હાર્યા બાદ ભારતીયી ટીમમાં બે મોટા ફેરફારો થઇ શકે છે. જાણો કેવી હશે બીજી ટેસ્ટની પ્લેઇંગ ઇલેવન.....
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ આવતીકાલથી ચેન્નાઇમાં રમાવવાની છે, ઇંગ્લેન્ડે બીજી ટેસ્ટ માટે પોતાની પ્લેઇંગ ઇલેવન જાહેર કરી દીધી છે. પરંતુ ભારતીય ટીમ હજુ જાહેર થઇ નથી. રિપોર્ટ છે કે પ્રથમ ટેસ્ટ મેચ હાર્યા બાદ ભારતીયી ટીમમાં બે મોટા ફેરફારો થઇ શકે છે. જાણો કેવી હશે બીજી ટેસ્ટની પ્લેઇંગ ઇલેવન.....
ટીમ ઇન્ડિયા તરફથી જે સંકેત મળી રહ્યાં છે, તે પ્રમાણે, બીજી ટેસ્ટમાં અક્ષર પટેલનુ ડેબ્યૂ નક્કી છે. આ ઉપરાંત કુલદીપ યાદવને ટીમમાં વૉશિંગટન સુંદરની જગ્યાએ મોકો મળી શકે છે. એક ઓલરાઉન્ડર તરીકે સુંદરે ટીમમાં સારુ પ્રદર્શન કર્યુ છે, પરંતુ હાલ ત્રીજી સ્પિન બૉલરની ભૂમિકામાં ખરો નથી ઉતરી શક્યો. એટલે બીજી ટેસ્ટ રમવાની સંભાવના ઓછી છે.
ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન.....
રોહિત શર્મા, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યે રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર/કુલદીપ યાદવ, આર.અશ્વિન, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion