સૂર્યકુમારને આઉટ અપાયા બાદ કોહલીએ કેમ કરી એમ્પાયર સાથે તકરાર, કઇ વાતને લઇને ઉઠાવ્યા સવાલો, જાણો વિગતે
ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવને સૉફ્ટ સિગ્નલ અંતર્ગત આઉટ આપવામા આવ્યો આને લઇને બબાલ થઇ ગઇ હતી. ટીમ ઇન્ડિયાએ આ મેચમાં જીત મેળવવાની સાથે સાથે સીરીઝમાં 2-2થી બરાબરી કરી લીધી છે. હવે આગામી પાંચમી ટી20 બન્ને ટીમો વચ્ચે ફાઇનલ મેચ બની રહેશે.
નવી દિલ્હીઃ ગુરુવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી20 સીરીઝની ચોથી મેચ રમાઇ, આ મેચમાં ભારતીયે જીત તો મેળવી લીધી પરંતુ વિરાટની એમ્પાયર સાથે થયેલી તકરાર વાયરલ થઇ ગઇ છે. ખરેખરમાં આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ સૉફ્ટ સિગ્નલને લઇને સવાલો ઉઠાવ્યા હતા. ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવને સૉફ્ટ સિગ્નલ અંતર્ગત આઉટ આપવામા આવ્યો આને લઇને બબાલ થઇ ગઇ હતી. ટીમ ઇન્ડિયાએ આ મેચમાં જીત મેળવવાની સાથે સાથે સીરીઝમાં 2-2થી બરાબરી કરી લીધી છે. હવે આગામી પાંચમી ટી20 બન્ને ટીમો વચ્ચે ફાઇનલ મેચ બની રહેશે.
જાણો શું છે મામલો અને શું હોય છે સૉફ્ટ સિગ્નલ
ખરેખરમાં, ભારતીય ઇનિંગ દરમિયાન જ્યારે સૂર્યકુમાર યાદવ 57 રન પર બેટિંગ કરી રહ્યો હતો, તે સમયે તેને ફાસ્ટ બૉલર સેમ કર્રનના બૉલ પર સ્કૂપ શૉટ ફટકાર્યો હતો. બૉલ ડીપ ફાઇન લેગ પર ઉભા રહેલા ડેવિડ મલાન બાજુએ ગઇ અને તેને કેચ પકડી લેવાનો દાવો કર્યો હતો. જોકે કેચ ક્લિન ન હતો, એટલા માટે મેદાની એમ્પાયરે ત્રીજા એમ્પાયરની મદદ લીધી, પરંતુ નિયમ પ્રમાણે મેદાન એમ્પાયરને પોતાનો ફેંસલો પણ બતાવવો પડે છે, જેને સૉફ્ટ સિગ્નલ કહેવામાં આવે છે. મેદાની એમ્પાયરે સૂર્યકુમારને સૉફ્ટ સિગ્નલ અંતર્ગત આઉટ જાહેર કરી દીધો.
આ પછી જ્યારે એમ્પાયેરે કેટલીય વાર ટીવી રિપ્લે જોઇ, પરંતુ તેને કેચ પકડાયેલો હોવાનો કોઇ સબૂત ના મળ્યો તો ત્રીજા એમ્પાયરે ફેંસલો એમ્પાયરના સૉફ્ટ સિગ્નલના હિસાબે આપી દીધો, અને સૂર્યકુમાર યાદવને પેવેલિયન જવુ પડ્યુ હતુ, જ્યારે ટીવી રિપ્લેમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું હતુ કે બૉલ જમીનને અડી રહ્યો હતો.
અહીં એટલુ જ જરુરી છે કે જો મેદાની એમ્પાયર સૂર્યકુમારને સૉફ્ટ સિગ્નલમાં નૉટ આઉટ આપતો, તો ત્રીજો એમ્પાયર પણ પોતાનો ફેંસલો નૉટ આઉટ આપતો, આ કારણે ક્રિકેટ જગતમાં સૉફ્ટ સિગ્નલને લઇને બબાલ મચી ગઇ છે.