શોધખોળ કરો

IND vs IRE: ભારતે ટોસ જીત્યો; ટીમ ઈન્ડિયા માટે બે ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ; વૈભવ સૂર્યવંશીને ન મળ્યો મોકો

Ireland vs India 2nd T20I: ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. વૈભવ સૂર્યવંશીને આજે પણ તક આપવામાં આવી નથી; જોકે, ટીમ ઈન્ડિયા માટે બે ખેલાડીઓ ડેબ્યૂ કરી રહ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતે આયર્લેન્ડ સામે બીજી T20માં ટોસ જીતી બોલિંગ લીધી.
  • પ્રિન્સ યાદવ, સૂર્યાંશ શેડગેએ પ્લેઇંગ ઇલેવનમાં ડેબ્યૂ કર્યું.
  • કેપ્ટન અય્યરે વરસાદની શક્યતાને કારણે બોલિંગ પસંદ કરી.

IND vs IRE 2nd T20 Toss Update: ભારત અને આયર્લેન્ડ વચ્ચે બીજી ટી20 મેચ પણ બેલફાસ્ટના સિવિલ સર્વિસ ક્રિકેટ ક્લબ ખાતે રમાઈ રહી છે. ભારતીય ટીમે આ બીજી ટી20 મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજે પણ 15 વર્ષના વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ ઇલેવનમાં તક મળી નથી, પરંતુ કેપ્ટન શ્રેયસ અય્યરે બે ખેલાડીઓને ડેબ્યૂ કરાવ્યું છે.

ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવ અને ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગેને આજે ટીમમાં તક આપવામાં આવી છે. આ બંને ખેલાડીઓની કરિયરની આ પહેલી આંતરરાષ્ટ્રીય ટી20 (T20I) મેચ છે. આજે પ્રસિદ્ધ ક્રિષ્ના અને વોશિંગ્ટન સુંદર રમી રહ્યા નથી. પહેલી ટી20 મેચમાં આ બંને ખેલાડીઓ ખરાબ રીતે ફ્લોપ સાબિત થયા હતા.

આ પણ વાંચો...ગંભીરને હટાવાશે? આ દિગ્ગજ બનશે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ; શ્રેયસ અય્યર કેપ્ટન બનતા જ થઈ મોટી ભવિષ્યવાણી

ટોસ જીત્યા બાદ ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે જણાવ્યું કે, "હવામાનની સ્થિતિને જોતા અમે પહેલા બોલિંગ કરવાનું પસંદ કરીશું. ગમે ત્યારે વરસાદ આવી શકે છે, તેથી અમે તેનો પૂરો ફાયદો ઉઠાવવા માંગીએ છીએ." શુક્રવારે રમાયેલી મેચમાં ટાર્ગેટનો પીછો કરતી વખતે મળેલી હાર બાદ ટીમ પાસેથી કેવા બદલાવની અપેક્ષા છે? તે સવાલ પર અય્યરે કહ્યું, "મને લાગે છે કે આજકાલ એવો ટ્રેન્ડ છે કે પરિસ્થિતિ અનુસાર તમે જેટલી ઝડપથી ઢળી જાવ તે મહત્વનું છે. તેઓ (આયર્લેન્ડ) બોલિંગમાં ફેરફાર કરવા અને બેક ફૂટ તેમજ ફ્રન્ટ ફૂટ પરથી રન બનાવવાના મામલામાં ખૂબ જ ચતુર હતા, તેમણે સીધા ફ્રન્ટમાં બાઉન્ડ્રી ફટકારી હતી. તેથી તે મહત્વનું છે કે અમે કોઈ નિર્ધારિત પેટર્ન પર ચાલવાને બદલે સમજદારીપૂર્વક ક્રિકેટ રમીએ અને સાથે જ પોતાની સહજ વૃત્તિ  પર પણ ભરોસો રાખીએ."

આઈપીએલ (IPL) પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી અને અલગ પરિસ્થિતિઓમાં ઢળવાના પડકાર અંગે પૂછવામાં આવતા અય્યરે કહ્યું, "હા, આ થોડું અલગ હતું, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી પછી આ મારી લાંબા સમય બાદની પહેલી મેચ હતી. જેમ તમે જાણો છો કે અમારી ટીમમાં ઘણા અનુભવી ખેલાડીઓ છે જેમણે ઘણી મેચો રમી છે. તેથી અમારા માટે આ આરામનો દિવસ હતો અને અમે આજે સારું પ્રદર્શન કરવા માટે ઉત્સુક છીએ."

પ્લેઈંગ ઇલેવનમાં ફેરફાર અંગે અય્યરે કહ્યું, "હા, અમે બે ફેરફાર કર્યા છે. સૂર્યાંશ શેડગે અને પ્રિન્સ યાદવ ટીમમાં સામેલ થયા છે. બંને ખેલાડીઓ ડેબ્યૂ કરી રહ્યા છે. અમે આ બે ફેરફાર કર્યા છે." શેડગે વિશે વાત કરતા અય્યરે કહ્યું કે તે એક શક્તિશાળી અને આક્રમક બેટ્સમેન છે. જી હા, તે એક શાનદાર યુવા ખેલાડી છે જે સ્થાનિક ક્રિકેટ અને આઈપીએલ બંનેમાં રન બનાવી રહ્યો છે. તેની પાસે યુવા ક્રિકેટનો પુષ્કળ અનુભવ છે. તેણે એ (A) ટીમની ટૂરમાં સારું પ્રદર્શન કર્યું છે, તેથી તે આ તકનો પૂરો ફાયદો ઉઠાવી રહ્યો છે.

આયર્લેન્ડની પ્લેઈંગ ઇલેવન: ટિમ ટેક્ટર, રોસ અડાયર, હેરી ટેક્ટર, લોર્કન ટકર (વિકેટકીપર/કેપ્ટન), બેન્જામિન કેલિટ્ઝ, ગેરેથ ડેલાની, જોર્જ ડોકરેલ, લિયામ મેકકાર્થી, મેથ્યુ હમ્ફ્રીઝ, જય મૂંદરા અને મેથ્યુ હોલાર્ડ.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઇલેવન: અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ.

Frequently Asked Questions

ભારતીય ટીમે બીજી ટી20 મેચમાં ટોસ જીતીને શું નિર્ણય લીધો?

ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. કેપ્ટન શ્રેયસ અય્યરે જણાવ્યું કે હવામાનની સ્થિતિ અને વરસાદની સંભાવનાને કારણે આ નિર્ણય લેવાયો હતો.

ભારત અને આયર્લેન્ડ વચ્ચેની બીજી T20I માં કયા ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું?

ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવ અને ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગેએ ભારતીય ટીમ માટે આંતરરાષ્ટ્રીય T20I ડેબ્યૂ કર્યું. તેમની કારકિર્દીની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય T20 મેચ છે.

બીજી ટી20 મેચમાં કયા ખેલાડીઓ ભારતીય ટીમમાંથી બહાર છે?

પ્રસિદ્ધ ક્રિષ્ના અને વોશિંગ્ટન સુંદર બીજી ટી20 મેચમાં રમી રહ્યા નથી. તેઓ પ્રથમ ટી20 મેચમાં ખરાબ રીતે ફ્લોપ સાબિત થયા હતા.

કેપ્ટન શ્રેયસ અય્યરે સૂર્યાંશ શેડગે વિશે શું કહ્યું?

શ્રેયસ અય્યરે સૂર્યાંશને શક્તિશાળી અને આક્રમક બેટ્સમેન ગણાવ્યો. તેણે કહ્યું કે સૂર્યાંશે સ્થાનિક ક્રિકેટ અને IPL બંનેમાં સારું પ્રદર્શન કર્યું છે અને તેની પાસે યુવા ક્રિકેટનો પુષ્કળ અનુભવ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 
સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
Embed widget