IND vs NZ, 1st ODI: ગિલની બેવડી સદી, ભારતે ન્યુઝીલેન્ડને જીતવા આપ્યો 350 રનનો ટાર્ગેટ
IND vs NZ,1st ODI: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 349 રન બનાવ્યા હતા.
IND vs NZ: હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બુધવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડે રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 349 રન બનાવ્યા હતા. ઓપનર શુબમન ગિલે 208 રનની ઈનિંગ રમી હતી. તેણે 149 બોલની ઈનિંગમાં 19 ચોગ્ગા અને 9 છગ્ગા માર્યા હતા.
ગિલ સિવાય અન્ય બેટ્સમેનો નિષ્ફળ
ગિલ સિવાય ભારતના અન્ય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. કોઈ બેટ્સમેને 35 રનને પાર થઈ શક્યું નહોતું. રોહિત શર્માં 38 બોલમાં 34 રન, વિરાટ કોહલી 10 બોલમાં 8 રન, ઈશાન કિશન 14 બોલમાં 5 રન અને સૂર્યકુમાર યાદવ 26 બોલમાં 31 રન, હાર્દિક પંડ્યા 38 બોલમાં 28 રન બનાવી આઉટ થયા હતા.
વન ડેમાં બેવડી સદી ફટકારનારા ભારતીયો
- ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે વન ડેમાં ભારત તરફથી સૌથી પ્રથમ બેવડી સદી ફટકારી હતી. સચિને 2010માં ગ્વાલિયરમાં સાઉથ આફ્રિકા સામે 200 રનની ઈનિંગ રમી હતી.
- સચિન બાદ સેહવાગે 2011માં ઈન્દોરમા વેસ્ટ ઈન્ડિઝ સામે 219 રનની ઈનિંગ રમી હતી.
- જે બાદ સળંગ ત્રણ વખત રોહિત શર્માએ બેવડી સદી ફટકારી હતી. રોહિત શર્માએ 2013માં બેંગ્લુરુમાં ઓસ્ટ્રેલિયા સામે 209 રન, 2014માં શ્રીલંકા સામે કોલકાતામાં 264 રન અને 2017માં ફરી શ્રીલંકા સામે મોહાલીમાં 208 રનની ઈનિંગ રમ્યો હતો.
- 2022માં ઈશાન કિશને બાંગ્લાદેશ સામે 210 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.
- જે બાદ 18 જાન્યુઆરી, 2023ના રોજ શુબમન ગિલે હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડ સામે 208 રનની ઈનિંગ રમી.
Innings Break!
— BCCI (@BCCI) January 18, 2023
A massive knock of 208 by @ShubmanGill as #TeamIndia post a formidable total of 349/8 on the board.
Scorecard - https://t.co/DXx5mqRguU #INDvNZ @mastercardindia pic.twitter.com/wMsuCcBfm5
વન ડેમાં બેવડી સદી ફટકારનારો સૌથી યુવા બેટ્સમેન બન્યો ગિલ
ગિલ આજની ઈનિંગ દરમિયાન વન ડેમાં બેવડી સદી ફટકારનારો યુવા બેટ્સમેન બન્યો હતો. તેણે 23 વર્ષ 132 દિવસની વયે હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડ સામે આ કારનામું કર્યું. આ પહેલા 2022માં ચટગાંવમાં ઈશાન કિશને બાંગ્લાદેશ સામે 24 વર્ષ અને 145 દિવસની વયે આ પરાક્રમ કર્યુ હતું. 2013માં રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે બેંગ્લુરુમાં બેવડી સદી ફટકારી ત્યારે તેની વય 26 વર્ષ 186 દિવસ હતી.
2⃣0⃣0⃣ !🔥 🎇
— BCCI (@BCCI) January 18, 2023
𝑮𝒍𝒐𝒓𝒊𝒐𝒖𝒔 𝑮𝒊𝒍𝒍!🙌🙌
One mighty knock! 💪 💪
The moment, the reactions & the celebrations 🎉 👏
Follow the match 👉 https://t.co/IQq47h2W47 #TeamIndia | #INDvNZ | @ShubmanGill pic.twitter.com/sKAeLqd8QV
વન ડે ઈન્ટનેશલમાં સૌથી વધુ ઝડપી 1000 રન બનાવનારા ખેલાડી બન્યો ગિલ
200 રનની ઈનિંગ દરમિયાન ગિલે વન ડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો.
- 18 ઈનિંગ- ફખર જમાન, પાકિસ્તાન
- 19 ઈનિંગ- શુબમન ગિલ, ભારત અને ઈન્ઝમામ ઉલ હક – પાકિસ્તાન
- 21 ઈનિંગઃ વિવ રિચાર્ડ્સ- વેસ્ટ ઈન્ડિઝ, કેવિન પીટરસન- ઈંગ્લેન્ડ, જોનાથન ટ્રોટ –ઈંગ્લેન્ડ, ક્વિન્ટન ડી કોક – સાઉથ આફ્રિકા, બાબર આઝમ – પાકિસ્તાન, રુસિ ડુસેન – સાઉથ આફ્રિકા
ભારતની આજની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.
A hat-trick of sixes to get to his double hundred ⭐
— ICC (@ICC) January 18, 2023
Shubman Gill becomes the fifth Indian player to get to an ODI double ton 🤩#INDvNZ | 📝: https://t.co/raJtMjMaEn pic.twitter.com/UNSRQK11Rt