શોધખોળ કરો

વનડેમાં સચિન તેંડુલકરને પાછળ છોડીને રોહિત શર્મા નીકળ્યો આગળ, હવે માત્ર આટલા ભારતીય જ....

રોહિત શર્માને વનડેમાં કેપ્ટનશીપ સંભાળ્યાને ભલે ઓછો સમય થયો હોય, પરંતુ તેણે આ ટૂંકા સમયગાળામાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે.

Rohit Sharma most ODI runs captain: રોહિત શર્માએ એક મોટી સિદ્ધિ મેળવી છે. તેણે વનડે ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડીઓની યાદીમાં ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે. રોહિત શર્માએ આ સાથે વનડે કેપ્ટન તરીકે 2500 રન પણ પૂરા કર્યા છે.

રોહિત શર્માને વનડેમાં કેપ્ટનશીપ સંભાળ્યાને ભલે ઓછો સમય થયો હોય, પરંતુ તેણે આ ટૂંકા સમયગાળામાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. હવે તેણે સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધો છે, જે ક્રિકેટ જગતમાં ભગવાન તરીકે ઓળખાય છે.  જો કે, રોહિત શર્મા હજુ પણ ઘણા રેકોર્ડ્સમાં સચિન તેંડુલકરથી પાછળ છે, પરંતુ વનડેમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતી વખતે રન બનાવવાના મામલે તે સચિનથી આગળ નીકળી ગયો છે. હવે માત્ર થોડા જ ભારતીય કેપ્ટન રોહિત શર્માથી આગળ છે.

સચિન તેંડુલકરે તેમના કરિયરમાં ખૂબ ઓછા સમય માટે ટીમ ઇન્ડિયાનું કેપ્ટનપદ સંભાળ્યું હતું. કેપ્ટન તરીકે 73 વનડે મેચોમાં સચિન તેંડુલકરે 2454 રન બનાવ્યા હતા. તાજેતરમાં, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફી મેચ પહેલાં, રોહિત શર્માએ કેપ્ટન તરીકે 55 વનડે મેચોમાં 2430 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકરને પાછળ છોડવા માટે તેને માત્ર 25 રનની જરૂર હતી, જે તેણે પોતાની આગામી મેચમાં પૂરી કરી હતી. આજે રોહિત શર્મા કેપ્ટન તરીકે પોતાની 56મી વનડે મેચ રમી રહ્યો છે અને તેણે મોટા ભાગની મેચોમાં સચિન તેંડુલકર કરતાં વધુ રન બનાવ્યા છે.

ભારત માટે વનડેમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની છે. ધોનીએ 200 વનડે મેચોમાં કેપ્ટનશીપ કરતાં 6641 રન બનાવ્યા છે. આ યાદીમાં બીજા ક્રમે વિરાટ કોહલી છે, જેણે 95 વનડે મેચોમાં કેપ્ટનશીપ કરીને 5449 રન બનાવ્યા છે.

સચિન તેંડુલકરને પાછળ છોડ્યાની સાથે જ, રોહિત શર્માએ વનડેમાં કેપ્ટન તરીકે 2500 રન પણ પૂરા કરી લીધા છે. રોહિત શર્મા પહેલાં ભારતના માત્ર પાંચ કેપ્ટન જ આ સિદ્ધિ મેળવી શક્યા છે. હવે રોહિત શર્મા આ સ્થાન હાંસલ કરનાર છઠ્ઠો કેપ્ટન બની ગયો છે. તેણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં જગ્યા બનાવવા માટે ટીમ ઈન્ડિયાને આક્રમક શરૂઆત અપાવી હતી. મેચના બીજા જ બોલ પર તેણે કાયલ જેમ્સનને સિક્સર ફટકારીને પોતાની રમતનો ઇરાદો સ્પષ્ટ કર્યો હતો. આ મેચમાં તેણે ઝડપી અડધી સદી પણ પૂરી કરી હતી. જો કે, જ્યારે તે સદી તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે રચિન રવિન્દ્રએ તેને આઉટ કર્યો હતો અને તે સદી ચૂકી ગયો હતો.

આ મેચમાં રોહિત શર્માએ 76 રનની ઇનિંગ રમી હતી. તેણે 83 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. શરૂઆતની દસ ઓવર પછી, રોહિત શર્માએ પોતાની બેટિંગની ગતિ થોડી ધીમી કરી હતી. જો કે, રોહિત શર્માને તેના સાથી ખેલાડીઓનો જોઈએ તેવો સાથ મળ્યો ન હતો. શુભમન ગિલ માત્ર 31 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે વિરાટ કોહલી માત્ર 1 રન બનાવી શક્યો હતો. જ્યારે રોહિત શર્મા આઉટ થયો ત્યારે 27 ઓવરમાં ટીમનો સ્કોર માત્ર 122 રન હતો. ત્યારબાદ શ્રેયસ અય્યર અને અક્ષર પટેલે ટીમની કમાન સંભાળી હતી.

આ પણ વાંચો...

10 વર્ષ પછી ODI માં નવો કિંગ? વિરાટ કોહલી તોડી નાખશે આ ખેલાડીનો જુના જમાનાનો રેકોર્ડ!

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Embed widget