શોધખોળ કરો

IND Vs NZ WTC Final: આજે સમયથી જ શરૂ થશે મેચ, આખો દિવસ વાતાવરણ સારું રહેવાની સંભાવના

શુક્રવારે સાઉથેમ્પ્ટનમાં આખો દિવસ વરસાદ પડ્યો હતો. બીજા સેશન બાદ વરસાદ રોકાઈ ગયો ત્યારે થોડો સમય એવું લાગ્યું કે મેચ શરૂ થવાની સંભાવના બની હતી.

IND Vs NZ WTC 2021 Final: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આઈસીસી વલ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાઈ રહી છે. સાઉથેમ્પ્ટનમાં રમાઈ રહેલા આ મેચમાં જોકે વરસાદને કારણે પ્રથમ દિવસે ટોસ પણ થઈ શક્યો ન હતો. પરંતુ બીજા દિવસે ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર બાજ દિવેસ સાઉથેમ્પ્ટનમાં વાતાવરણ સામાન્ય રહી શકે છે. તેની સાથે જ મેચ પણ સમયસર શરૂ થવાની સંભાવના છે અને 85-90 ઓવરની મેચ રમાઈ શકે છે.

શુક્રવારે સાઉથેમ્પ્ટનમાં આખો દિવસ વરસાદ પડ્યો હતો. બીજા સેશન બાદ વરસાદ રોકાઈ ગયો ત્યારે થોડો સમય એવું લાગ્યું કે મેચ શરૂ થવાની સંભાવના બની હતી. પરંતુ મેદાન વધારે ભીનું હોવાને કારણે પ્રથમ દિવસની મેચ રદ્દ કરવી પડી હતી. બીજા દિવસે એટલે કે આજે બપોરે 2-30 કલાકે ટોસ થશે અને મેચ ત્રણ કલાકે શરૂ થશે.

રિઝર્વ ડેમાં જશે મેચ

આઈસીસીએએ જોકે સાઉથેમ્પ્ટનના હવામાનને જોતા પહેલા જ રિઝર્વ ડે રાખવાનો નિર્ણય કર્યો હતો. પહેલા દિવસે જે રમત બર્બાદ થઈ તેની ભરપાઈ આગામી ચાર દિવસમાં કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. જો ચાર દિવસમાં પણ કોઈ પરિણામ નહીં આવે તો તેને રિઝર્વ ડેના દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે.

આઈસીસીએ જાણકારી આપી છે કે આગામી ચાર દિવસમાં દરરોજ 90ની જગ્યાએ 98 ઓવરની રમત રમાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. પછી જે ઓવર વધશે તેના માટે રિઝર્વ ડેનો ઉપયોગ કરવામાં આવશે. રિઝર્વ ડેના દિવસે પણ જો કોઈ પરિણામ ન આવે તો પછી મેચ ડ્રો જાહેર કરવામાં આવશે. ડ્રોની સ્થિતિમાં ભારત અને ન્યૂઝીલેન્ડ બન્ને ટીમને આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની સંયુક્ત વિજેતા ટીમ બની જશે.

ડ્યૂક બૉલથી રમાશે ફાઇનલ ટેસ્ટ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ની ફાઇનલ મેચ કુકાબૂરા બૉલથી નહીં પરંતુ સ્પેશ્યલ ડ્યૂક બૉલથી રમાડવામાં આવશે. આઇસીસી (ICC) તરફથી પહેલીવાર આયોજિત આ મહામુકાબલાને ખાસ બૉલથી રમાડવામાં આવશે. જેની પહેલી તસવીર પણ રિલીઝ કરી દેવામા આવી છે. બ્લેક કેપ્સ ( new zealand ) પોતાના અધિકારીક ટ્વીટર હેન્ડલ પરથી આ ખાસ બૉલની તસવીર શેર કરી હતી.

ફાઇનલ ટેસ્ટમાં ભારતીય પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત, રવિચંદ્રન અશ્નિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Embed widget