India vs Oman: આજે ભારત અને ઓમાન વચ્ચે મુકાબલો,જાણો બન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
Asia Cup 2025, India vs Oman: એશિયા કપની અંતિમ લીગ સ્ટેજ મેચ આજે ભારત અને ઓમાન વચ્ચે રમાશે. અહીં જાણો બંને ટીમોના પ્લેઈંગ ઈલેવન વિશે.

IND vs Oman Asia Cup 2025: લીગ સ્ટેજની અંતિમ મેચ આજે, શુક્રવાર, 19 સપ્ટેમ્બરના રોજ ભારત અને ઓમાન વચ્ચે રમાશે. ટીમ ઈન્ડિયા પોતાની બંને પાછલી મેચ જીતીને લીગ સ્ટેજની ત્રીજી મેચમાં પહોંચી છે. આ દરમિયાન, પહેલીવાર એશિયા કપમાં રમી રહેલા ઓમાન પોતાની બંને પાછલી મેચ હારી ગયું છે. ભારત આ મેચમાં જીત મેળવીને સુપર ફોરમાં પ્રવેશવાનો લક્ષ્ય રાખશે. આ મેચના પરિણામની સુપર ફોર ટીમો પર કોઈ અસર નહીં પડે, કારણ કે ટીમ ઈન્ડિયા આ રેસમાં પહેલાથી જ આગળ વધી ચૂકી છે.
ટીમ ઈન્ડિયા શાનદાર ફોર્મમાં
બેટથી, અભિષેક શર્મા શાનદાર ફોર્મમાં છે. તેણે બંને મેચમાં ટીમને વિસ્ફોટક શરૂઆત અપાવી છે. જોકે, ટીમ ચોક્કસપણે શુભમન ગિલ પાસેથી ઓમાન સામે મોટી ઇનિંગની અપેક્ષા રાખશે. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પોતાનું ખોવાયેલું ફોર્મ પાછું મેળવ્યું છે. તેણે છેલ્લી મેચમાં 47 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તિલક વર્મા પણ શાનદાર ફોર્મમાં છે.
કુલદીપનો જાદુ ચરમસીમાએ
ભારતીય બોલરો પૂરા જોશમાં છે. કુલદીપ યાદવે બે મેચમાં સાત વિકેટ લીધી છે. આ દરમિયાન, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીએ પણ તેમના સ્પિનથી બેટ્સમેનોને ફસાવ્યા છે. ઝડપી બોલિંગ વિભાગમાં અર્શદીપ સિંહને બુમરાહના સ્થાને ગણી શકાય. અર્શદીપ આ ફોર્મેટમાં ભારતનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો છે. બીજી તરફ, ઓમાન પાસે ગુમાવવા માટે કંઈ નથી અને તે આ મેચમાં મજબૂત પ્રદર્શન સાથે ટૂર્નામેન્ટનો અંત કરવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત વરુણ ચક્રવર્તિ પણ પોતાની ફિરકીથી બેટ્સમેનોને પરેશાન કરી શકે છે.
IND vs Oman, મેચ કેટલા વાગ્યે શરૂ થશે?
ભારત અને ઓમાન વચ્ચેની આ મેચ અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ અબુ ધાબીમાં સાંજે 6:30 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી.
ઓમાનની સંભવિત પ્લેઇંગ XI
અમીર કલીમ, જતિન્દર સિંહ (કેપ્ટન), હમ્માદ મિર્ઝા, વિનાયક શુક્લા (વિકેટકીપર), વસીમ અલી, હસનૈન શાહ, શાહ ફૈઝલ, આર્યન બિષ્ટ, શકીલ અહેમદ, સમય શ્રીવાસ્તવ અને જીતેન રામાનંદી.



















