શોધખોળ કરો

Watch: ભારતની મોટી જીત પર સ્ટેડિયમમાં જ નાંચવા લાગ્યા કૉમેન્ટેટરો, ગાવસ્કરથી માંડી પઠાણે લગાવ્યા ઠુમકા

અંતિમ ઓવરના અંતિમ બોલ સુધી ચાલેલી રોમાંચક મેચમાં વિરાટ કોહલી 53 બોલમાં 82 રન બનાવ્યા હતા. વિરાટની આ ઈનિંગમાં 4 સિક્સર અને 6 ફોરનો સમાવેશ થાય છે.  

India vs Pakistan: ટી20 વર્લ્ડકપ 2022ની મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતની જીતનો જશ્ન દરેક લોકો મનાવી રહ્યાં છે, આ બધાની વચ્ચે એક ખાસ વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં પૂર્વ દિગ્ગજો જે હાલમાં કૉમેન્ટ્રી કરી રહ્યાં છે, તેઓ પણ શાનદાર રીતે ભારતની જીતને સ્ટેડિયમમાં જ વધાવતા દેખાઇ રહ્યાં છે. આ વીડિયોમાં સ્ટાર ક્રિકેટર સુનીલ ગાવસ્કરથી લઇને ઇરફાન પઠાણ અને શ્રીકાંત જેવા કૉમેન્ટ્રી દરમિયાન નાચવા લાગ્યા હતા. આ તમામ લોકો સ્ટેડિયમમાં જ ભારતની જીતનો જશ્ન મનાવવા લાગ્યા હતા. ખાસ વાત છે કે આ તમામ લોકો હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે અને ટી20 વર્લ્ડકપ માટે કૉમેન્ટ્રી કરી રહ્યાં છે.  

ભારતની આ જીત બાદ તમામ દિગ્ગજોએ ટીમ ઇન્ડિયાને અભિનંદન આપ્યા હતા, 2007માં રમાયેલા પહેલી ટી20 વર્લ્ડકપમાં ધોની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા ટી20 ચેમ્પીયન બન્યુ હતુ, જોકે, ત્યારબાદ ક્યારેય ટ્રૉફી ઉઠાવવામાં સફળ નથી થયુ. જોકે આ વખતે ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપમાં જીત સાથે અને પાકિસ્તાન સામે જીત સાથે શરૂઆત થતાં જ સ્ટેડિયમાં જ ફેન્સની સાથે પૂર્વ દિગ્ગજો, જેમાં સુનીલ ગાવસ્કર, ઇરફાન પઠાણ, શ્રીકાંત, યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા અને હરજભજન સિંહ નાંચીને ઝૂમી ઉઠ્યા હતા. આ વીડિયો હાલમાં સોશય્લ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.  

IND vs PAK: પાકિસ્તાનને હરાવ્યા બાદ ખુશ થયેલા કેપ્ટન રોહિતે કિંગ કોહલીને ખભે ઉંચકી લીધો
Rohit Sharma Lifted Virat Kohli: ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપમાં પ્રથમ મેચ પાકિસ્તાન સામે જીતીને શાનદાર શરુઆત કરી છે. એક સમયે ભારતની સ્થિતિ પાકિસ્તાન સામે ખરાબ હતી ત્યારે વિરાટ કોહલીએ 82 રનની શાનદાર ઈનિંગ રમીને ભારતને જીત અપાવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.  પાકિસ્તાને આપેલા 160 રનના ટાર્ગેટ સામે ભારતે 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ મેળવી લીધો હતો. પાકિસ્તાનને હરાવ્યા બાદ રોહિત શર્માએ મેદાન પર વિરાટ કોહલીને ઉંચકી લીધો હતો.

કેપ્ટન રોહિતે કિંગ કોહલીને ખભે ઉંચકી લીધો 
અંતિમ ઓવરના અંતિમ બોલ સુધી ચાલેલી રોમાંચક મેચમાં વિરાટ કોહલી 53 બોલમાં 82 રન બનાવ્યા હતા. વિરાટની આ ઈનિંગમાં 4 સિક્સર અને 6 ફોરનો સમાવેશ થાય છે.  વિરાટ કોહલીની આ તોફાની બેટિંગ બાદ ભારતને મળેલી જીતથી કેપ્ટન રોહિત શર્મા ખુબ જ ખુશ થઈ ગયો હતો. એક સમયે મેચ ભારતના હાથમાંથી સરકી રહી હતી ત્યારે વિરાટ કોહલીએ પોતાની મહત્વપૂર્વ બેટિંગ રણનીતિ સાથે ભારતનું મેચમાં કમબેક કરાવ્યું હતું. ત્યારે આ મેચના હીરો વિરાટને રોહિત શર્માએ ખભા પર ઉંચકી લીધો હતો. વિરાટ અને રોહિતની દોસ્તીને દર્શાવતી આ ક્ષણનો વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ ક્ષણનો ફોટો અનુષ્કા શર્માએ પણ પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો છે.

નબળી શરૂઆત બાદ જીત્યું ભારત 
160 રનના ટાર્ગેટ સામે ભારત શરૂઆત નબળી રહી હતી. કેએલ. રાહુલ અને રોહિત શર્મા 4-4 રન બનાવીને આઉટ થયા હતા અને 10 રનમાં ભારતે બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે બાજી સંભાળી હતી જો કે, સૂર્યકુમાર 15 રન બનાવીને આઉટ થઈ હતો. ભારતનો સ્કોર 10 ઓવર બાદ 45 રન પર જ હતો ત્યારે વિરાટ કોહલી 12 રન અને હાર્દિક પંડ્યા 7 રન સાથે રમતમાં હતા. ત્યાર બાદ વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરતાં ભારતે અંતિમ ઓવરમાં 160 રન બનાવી લીધા હતા. આ દરમિયાન અક્ષર પટેલ 2 રન, દિનેશ કાર્તિક 1 રન બનાવી આઉટ થયા હતા. જ્યારે આર. અશ્વિન 1 રન બનાવી અણનમ રહ્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
Embed widget