(Source: ECI/ABP News/ABP Majha)
IND vs PAK: ક્રિકેટનો ડબલ ડૉઝ, બે મહિનામાં ભારત-પાકિસ્તાનની થઇ શકે છે પાંચ ટક્કર, જાણો
જો ભારત-પાકિસ્તાનની બંને ટીમો ફાઈનલમાં પહોંચે છે તો ટાઈટલ મેચમાં ત્રીજી ટક્કર થઈ શકે છે. આ રીતે માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 મેચ રમાઇ શકે છે
India vs Pakistan 2023: આજથી ક્રિકેટ રસીયાંઓ માટે ક્રિકેટનો ડબલ ડૉઝ મળી શકે છે. આજથી બે કટ્ટર હરિફો ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાનમાં પર જંગ જામશે, એશિયા કપ 2023 સિઝન 30 ઓગસ્ટથી શરૂ થઇ ચૂકી છે. અને આજે 2જી સપ્ટેમ્બરે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની છે. મુલતાનમાં ગ્રુપ-એની ટીમ પાકિસ્તાને નેપાળની ટીમ સામે જીત મેળવી છે, આ બંને ઉપરાંત આ ગ્રુપમાં ત્રીજી ટીમ ભારત છે. આવી સ્થિતિમાં ફેન્સને ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવૉલ્ટેજ મેચ આજે જોવા મળશે. ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે મેચ રમાશે, આ મેચ શ્રીલંકાના કેન્ડી શહેરમાં રમાશે.
ફેન્સને મળશે ક્રિકેટનો ડબલ ડૉઝ, ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણથી વધુ મેચો -
આ વખતે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ 3 મેચ રમાઈ શકે છે. એટલે કે ક્રિકેટના ચાહકોને સપ્ટેમ્બરમાં એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચ જોવા મળી શકે છે.
આ રીતે સમજો કેવી રીતે ભારત પાકિસ્તાન વચ્ચે રમાઇ શકે છે ત્રણ મેચ
એશિયા કપમાં ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. બંને સિવાય આ ગ્રુપમાં નેપાળની ટીમ પણ છે. આવી સ્થિતિમાં ગ્રુપ સ્ટેજમાં પ્રથમ મેચ રમાશે. આ ઉપરાંત સુપર-4માં ભારત-પાકિસ્તાનનું ક્વોલિફાઈંગ પણ લગભગ નિશ્ચિત છે. સુપર-4 મેચ રાઉન્ડ રોબિન હેઠળ રમાશે. આવી સ્થિતિમાં અહીં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ શકે છે.
જો ભારત-પાકિસ્તાનની બંને ટીમો ફાઈનલમાં પહોંચે છે તો ટાઈટલ મેચમાં ત્રીજી ટક્કર થઈ શકે છે. આ રીતે માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 મેચ રમાઇ શકે છે.
મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા વર્લ્ડ કપ પહેલા બેટિંગ ક્રમમાં કેટલીક જગ્યાએ ખેલાડીઓનું પ્રદર્શન જોવા ઈચ્છે છે. જો ભારતીય ટીમ એશિયા કપની ટ્રોફી જીતે છે તો તે ખેલાડીઓના મનોબળ માટે ફાયદાકારક રહેશે.
ભારતીય કોચ રાહુલ દ્રવિડે એક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. દ્રવિડે જણાવ્યું કે કેએલ રાહુલ એશિયા કપ 2023ની પ્રથમ બે મેચમાં રમી શકશે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે X (Twitter) પર આ અંગે એક પોસ્ટ પણ શેર કરી છે.
બીસીસીઆઈએ કેએલ રાહુલને લઈને X પર એક પોસ્ટ શેર કરી છે. આમાં રાહુલ દ્રવિડનું નિવેદન શેર કરવામાં આવ્યું છે. દ્રવિડે કેએલ રાહુલ વિશે કહ્યું, “કેએલ રાહુલની પ્રગતિ ઘણી સારી છે. પરંતુ તે પ્રથમ બે મેચમાં રમી શકશે નહીં. રાહુલ એશિયા કપ 2023માં પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાનારી મેચનો ભાગ નહીં હોય
ખાસ વાત છે કે, સપ્ટેમ્બર મહિનો એશિયા કપમાં નીકળી જશે, જ્યારે ઓક્ટોબર મહિનાથી ક્રિકેટનો વનડે વર્લ્ડકપ 2023 શરૂ થઇ રહ્યો છે, આમાં ભારત પાકિસ્તાન વચ્ચેની પ્રથમ મેચ 14 ઓક્ટોબરે રમાશે, આ પછી પણ આ મહિનામા ભારત અને પાકિસ્તાન વચ્ચે એક કે બે મેચોમાં આમને સામને ટક્કર થઇ શકે છે. આ રીતે કુલ બે મહિનામા ભારત અને પાકિસ્તાન વચ્ચે પાંચ મેચો રમાવવાની શક્યતા છે.