IND vs SA: બીજા દાવમાં સાઉથ આફ્રિકાની ટીમ 176 રનમાં ઓલ આઉટ, બુમરાહની 6 વિકેટ, ભારતને મળ્યો 79 રનનો ટાર્ગેટ
IND Vs SA, Innings Highlights: બીજી ટેસ્ટના બીજા દાવમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 176 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 61 રનમાં 6 વિકેટ લીધી હતી.
IND Vs SA, Innings Highlights: બીજી ટેસ્ટના બીજા દાવમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 176 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 61 રનમાં 6 વિકેટ લીધી હતી. જ્યારે દક્ષિણ આફ્રિકા તરફથી એડન માર્કરામે 106 રનની ઇનિંગ રમી હતી. હવે ભારતે જીતવા માટે માત્ર 79 રન બનાવવા પડશે. વાસ્તવમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ દાવમાં 98 રનથી પાછળ હતી.
Lunch on Day 2!
— BCCI (@BCCI) January 4, 2024
South Africa are all out for 176 runs in 2nd innings.#TeamIndia need 79 runs to win the 2nd Test.
Jasprit Bumrah picks up six wickets.
Scorecard - https://t.co/j9tTnGM2rn #SAvIND pic.twitter.com/xFA25tugvU
કેપટાઉનના ન્યૂલેન્ડ્સમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 176 રનમાં સમેટાઈ ગઈ હતી. મોહમ્મદ સિરાજે પ્રથમ દાવમાં કહેર વર્તાવ્યો હતો, જ્યારે જસપ્રિત બુમરાહ બીજી ઇનિંગમાં મુલાકાતી ટીમ માટે મુશ્કેલી બની ગયો હતો. બુમરાહે બીજી ઇનિંગમાં 61 રન આપીને 6 વિકેટ લીધી હતી. હવે ભારતને જીતવા માટે માત્ર 79 રન બનાવવાના છે.
India need 79 runs to win the Cape Town Test and tie the #SAvIND series 🤩#WTC25 | 📝: https://t.co/tOpgZuNgo6 pic.twitter.com/u7digmOLsx
— ICC (@ICC) January 4, 2024
બીજી ઇનિંગમાં સાઉથ આફ્રિકા માટે ઓપનર એડન માર્કરમે શાનદાર સદી ફટકારી હતી. માર્કરમે 103 બોલમાં 106 રનની ઇનિંગ રમી હતી. માર્કરમે જોરદાર ઇનિંગ વડે દક્ષિણ આફ્રિકાને ઇનિંગ્સની હારમાંથી બચાવી હતી. માર્કરમે પોતાની સદીની ઇનિંગમાં 17 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
પ્રથમ દિવસે દક્ષિણ આફ્રિકા 55 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને ભારત પ્રથમ દાવમાં 153 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ ઈન્ડિયાને પ્રથમ દાવમાં 98 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં સાઉથ આફ્રિકા ઓલઆઉટ થઈ ગયા બાદ લંચ સેશન બાદ ભારતનો દાવ શરૂ થશે. લક્ષ્ય હાંસલ કરવા માટે ટીમ પાસે 3 દિવસ અને 2 સત્ર છે.
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને મુકેશ કુમાર.
સાઉથ આફ્રિકાની પ્લેઇંગ-11
ડીન એલ્ગર(કેપ્ટન), એડન માર્કરમ, ટોની ડી જોર્ઝી, ટ્રીસ્ટન સ્ટબ્સ, ડેવિડ બેડિંગહામ, કાયલ વેરીયન (વિકેટકીપર), માર્કો યાન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, નાન્દ્રે બર્ગર અને લુન્ગી એન્ગિડી.