શોધખોળ કરો

IND vs SA: ભારત સામે સૌથી મોટા રન ચેઝથી લઈને હાર્દિક પંડ્યાની 100 ઈન્ટરનેશનલ સિક્સર સુધી, મેચમાં બન્યા આ મોટા રેકોર્ડ્સ

પ્રથમ બેટિંગ કરતાં ભારતે 211 રન બનાવ્યા હતા અને દ. આફ્રિકાના જીત માટે 212 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

IND vs SA T20 Series: દક્ષિણ આફ્રિકાએ ભારત સામેની 5 T20 મેચોની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ગુરુવારે રાત્રે રમાયેલી મેચમાં પ્રોટીયાએ ભારતને 7 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ 212 રનનો વિશાળ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો, જે આ ટીમનો અત્યાર સુધીનો સૌથી સફળ રન ચેઝ હતો. આ સાથે આ મેચમાં બીજા ઘણા મોટા રેકોર્ડ પણ બન્યા હતા.

અહીં વાંચો ભારત-દક્ષિણ આફ્રિકા મેચમાં બનેલા મોટા આંકડા..

  1. દક્ષિણ આફ્રિકાએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમનો સૌથી મોટો લક્ષ્યાંક હાંસલ કર્યો. આ પહેલા પ્રોટીયાજે વર્ષ 2007માં વિન્ડીઝ સામે 206 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
  2. ભારત સામે T20 ઈન્ટરનેશનલમાં આ સૌથી સફળ રન ચેઝ હતો. આ પહેલા દક્ષિણ આફ્રિકાએ 2015માં ભારત સામે 200 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો.
  3. શ્રેયસ અય્યરે T20 ઈન્ટરનેશનલમાં બે આઉટ થવા વચ્ચે 240 રન બનાવ્યા. આ મામલામાં તેણે ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચના રેકોર્ડની બરાબરી કરી હતી.
  4. ટ્રિસ્ટન સ્ટબ્સ દક્ષિણ આફ્રિકા માટે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ડેબ્યૂ કરનાર 95મો ખેલાડી બન્યો.
  5. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હાર્દિક પંડ્યાના 100 સિક્સર પૂરા થયા.
  6. રાસી વેન ડેર ડુસેને T20 આંતરરાષ્ટ્રીયમાં 1000 રન પૂરા કર્યા.
  7. રાસી વાન ડેર ડુસેન અને ડેવિડ મિલર વચ્ચે 131 રનની અણનમ ભાગીદારી. T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પૂર્ણ સભ્ય ટીમો વચ્ચે ચોથી વિકેટ માટે આ બીજી સૌથી મોટી ભાગીદારી છે.

નોંધનીય છે કે, દક્ષિણ આફ્રિકા સામેની T20 મેચમાં ભારતને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતાં ભારતે 211 રન બનાવ્યા હતા અને દ. આફ્રિકાના જીત માટે 212 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં આફ્રિકાની ટીમે 19.1 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ડેવિડ મિલર અને ડેર ડ્યુસેને તોફાની ઇનિંગ્સ રમી હતી. ડ્યુસેને અણનમ 75 રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરતી આફ્રિકન ટીમ માટે ક્વિન્ટન ડી કોક અને ટેમ્બા બાવુમા ઓપનિંગ કરવા આવ્યા હતા. બાવુમા માત્ર 10 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે ડી કોકે 22 રનનું યોગદાન આપ્યું હતું. પ્રિટોરિયસ 29 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 13 બોલમાં 4 સિક્સ અને 1 ફોર ફટકારી હતી. ત્યાર બાદ ડેવિડ મિલર અને ડેર ડ્યુસેને વિસ્ફોટક બેટિંગ કરતાં દ. આફ્રિકાએ સીરીઝની પહેલી મેચ જીતી લીધી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget