શોધખોળ કરો

IND vs SA: રવિ શાસ્ત્રીએ T20 મેચ માટે પસંદ કરી ટીમ, આ બે શાનદાર ખેલાડીઓને સ્થાન ના આપ્યું

ભારતીય ક્રિકેટ ટીમ 9 જૂનથી દક્ષિણ આફ્રીકા સામે ટી20 સીરીઝ રમશે. સીરીઝનો પહેલો મુકાબલો દિલ્હીમાં રમાશે.

Ravi Shastri Playing XI India vs South Africa, 1st T20I Delhi: ભારતીય ક્રિકેટ ટીમ 9 જૂનથી દક્ષિણ આફ્રીકા સામે ટી20 સીરીઝ રમશે. સીરીઝનો પહેલો મુકાબલો દિલ્હીમાં રમાશે. કેએલ રાહુલની કેપ્ટનશીપ વાળી ટીમ ઈન્ડિયા આ મેચ માટે પ્લેઈંગ ઈલેવન યુવા ખેલાડીઓને સ્થાન આપી શકે છે. દિલ્હીમાં રમનારી પહેલી મેચ માટે પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પોતાની પ્લેઈંગ ઈલેવન પસંદ કરી છે. આ પ્લેઈંગ ઈલેવનમાં શાસ્ત્રીએ યુવા ખેલાડીઓને જગ્યા આપી છે.

પૂર્વ કોચ શાસ્ત્રી પ્રમાણે કેપ્ટન રાહુલ અને ટીમ મેનેજમેન્ટ યુવા ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા આપી શકે છે. એક સમાચાર પ્રમાણે શાસ્ત્રી યુવા બોલર અર્શદીપ સિંહ કે ઉમરાન મલિકને પ્લેઈંગ ઈલેવનમાં શામેલ કર્યા છે. બીજી તરફ હર્ષલ પટેલ અને ભુવનેશ્વર કુમાર પણ પ્લેઈંગ ઈલેવનનો ભાગ હોઈ શકે છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ રવિ શાસ્ત્રીએ પ્લેઈંગ ઈલેવનમાં રાખ્યો છે.

રવિ શાસ્ત્રીએ દિલ્હી ટી20 મેચની પ્લેઈંગ ઈલેવનમાં રાહુલ અને ઋતુરાજ ગાયકવાડને ઓપનર તરીકે પસંદ કર્યા છે. તો ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને બેટ્સમેન તરીકે પ્લેઈંગ ઈલેવનમાં રાખ્યા છે. શાસ્ત્રી અનુસાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પણ પહેલી મેચ રમી શકે છે.

ઉલ્લેખનીય છે કે, રવિ શાસ્ત્રીએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં દિગ્ગજ બેટ્સમેન દિનેશ કાર્તિકને જગ્યા નથી આપી. તો સ્પિન બોલર કુલદીપ યાદવ પણ રવિ શાસ્ત્રીની આ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર છે.

રવિ શાસ્ત્રીની પ્લેઈંગ ઈલેવનઃ કેએલ રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ/ ઉમરાન મલિક, હર્ષલ પટેલ.

આ પણ વાંચોઃ

બેટનું જાદૂઃ ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડની મેચ દરમિયાન જો રૂટનું બેટ કોઈ પણ ટેકા વગર ઉભું રહ્યું, વીડિયો થયો વાયરલ

દક્ષિણ આફ્રિકા સામે ટી20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાએ શરુ કરી પ્રેક્ટિસ, જુઓ 'બ્લુ બ્રીગેડ'નો વીડિયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધીRajkot News : રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારી! ડાબા પગના બદલે જમણા પગમાં ઓપરેશન કરવાનો આરોપBharuch Rape Case : ઝઘડિયા દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
Embed widget