દક્ષિણ આફ્રિકા સામે ટી20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાએ શરુ કરી પ્રેક્ટિસ, જુઓ 'બ્લુ બ્રીગેડ'નો વીડિયો
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 સીરીઝની પ્રથમ મેચ દિલ્હીમાં રમાશે. આ માટે ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.
India vs South Africa, 1st T20I Delhi: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 સીરીઝની પ્રથમ મેચ દિલ્હીમાં રમાશે. આ માટે ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. કેએલ રાહુલની કપ્તાની હેઠળ રમાનારી આ સીરીઝ પહેલાં, અત્યાર સુધી T20 ફોર્મેટમાં ભારતનું પલડું ભારે રહ્યું છે. પરંતુ આ વખતે મુકાબલો ટક્કરનો જોવા મળી શકે છે. IPL 2022 દરમિયાન ભારતીય ખેલાડીઓ ફોર્મમાં હતા. તેનાથી તેમને આ સીરીઝમાં ફાયદો થશે.
આજથી પ્રેક્ટિસ શરુ થઈઃ
રાહુલની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ દિલ્હી પહોંચી ગયા છે અને તેમણે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. સોમવારથી શરૂ થયેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન કોચ રાહુલ દ્રવિડ, અનુભવી ખેલાડી દિનેશ કાર્તિક, વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અને અર્શદીપ સિંહ સહિત ઘણા ખેલાડીઓ મેદાન પર જોવા મળ્યા હતા. આ શ્રેણી માટે BCCIની પસંદગી સમિતિએ પણ ઘણા યુવા ખેલાડીઓને તક આપી છે.
નવા ખેલાડીઓને તકઃ
મહત્વપૂર્ણ છે કે આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાએ ઘણા યુવા ખેલાડીઓને તક આપી છે. તેમાં રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, ઋતુરાજ ગાયકવાડ અને વેંકટેશ ઐયરનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓએ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ભારત Vs દક્ષિણ આફ્રિકા T20 સીરીઝઃ
પ્રથમ મેચ - 9 જૂન, દિલ્હી
બીજી મેચ - 12 જૂન, કટક
ત્રીજી મેચ-14 જૂન, વિશાખાપટ્ટનમ
ચોથી મેચ - 17 જૂન, રાજકોટ
પાંચમી મેચ - 19 જૂન, બેંગ્લોર
Back in Blue - Prep mode 🔛#TeamIndia begin training in Delhi ahead of the 1st T20I against South Africa.@Paytm #INDvSA pic.twitter.com/kOr8jsGJwL
— BCCI (@BCCI) June 6, 2022
આ પણ વાંચોઃ