IND vs SA: અર્શદીપે વિકેટ ઝડપ્યા બાદ Virat Kohliએ આપ્યું આવું રિએક્શન, જુઓ Video
ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરના અંતે 133 રન બનાવ્યા હતા. 134 રનનો ટાર્ગેટ મેળવવા માટે ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરુઆત પણ ખરાબ રહી હતી.
IND vs SA, Virat Kohli Reaction: આજે પર્થમાં દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે મેચ રમાઈ રહી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરના અંતે 133 રન બનાવ્યા હતા. 134 રનનો ટાર્ગેટ મેળવવા માટે ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરુઆત પણ ખરાબ રહી હતી. ભારતના ઘાતક બોલર અર્શદીપ સિંહે પોતાની બોલિંગથી બીજી ઓવરમાં જ 2 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન બીજી વિકેટ મળતાં જ વિરાટ કોહલીએ પોતાના આગવા અંદાજમાં સેલિબ્રેશન કર્યું હતું.
વિરાટ કોહલીનું રિએક્શન થયું વાયરલઃ
બીજી ઓવરમાં રોહિત શર્માએ બોલિંગ અર્શદીપ સિંહને આપી હતી. ઓવરમાં અર્શદીપ સિંહે ક્વિંટન ડિ કોકને કે એલ રાહુલના હાથે કેચ આઉટ કરાવીને દ. આફ્રિકાની પ્રથમ વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ ઓવરના ત્રીજા બોલ પર અર્શદીપ સિંહે ફેંકેલા બોલ પર રિલે રુસો લેગ બાય વિકેટ આઉટ થયો હતો. જો કે, એમ્પાયરે આઉટ નહોતો આપ્યો અને રોહિત શર્માએ રિવ્યુ લીધો હતો. રિવ્યુમાં રુસો LBW આઉટ જાહેર થયો હતો. રુસો આઉટ થતાં જ વિરાટ કોહલીએ ખુબ જ આક્રમક અંદાજમાં ઉજવણી કરી હતી. વિરાટના આ રિએક્શનનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Same, Virat. Same. 😭🔥#T20WorldCup #INDvsSA pic.twitter.com/qe0gZmaQ9K
— ames (@AmesforJakes) October 30, 2022
ભારતની શરૂઆત ખરાબ હતી
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરુઆત ખરાબ રહી હતી અને ઓપનર કેએલ રાહુલ માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત શર્માએ 14 બોલમાં એક ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 15 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 11 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. પણ સૂર્યકુમારે બાજી સંભાળી લીધી હતી અને 40 બોલમાં 68 રન બનાવ્યા હતા. સૂર્યકુમારે 6 ચોગ્ગા અને 3 સિક્સર ફટકારી હતી. ઓલરાઉન્ડર દીપક હુડ્ડા ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો.
હાર્દિક પંડ્યા પણ સસ્તામાં આઉટઃ
હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક પણ કંઈ ખાસ કરી શક્યા નથી. પંડ્યા 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કાર્તિક બેટિંગ દરમિયાન સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તે 15 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. રવિચંદ્રન અશ્વિન પણ 7 રન બનાવીને આઉટ થયો હતો. મોહમ્મદ શમી ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. ભુવનેશ્વર કુમાર 4 રન બનાવી અણનમ રહ્યો હતો. અર્શદીપ સિંહ 2 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ રીતે ભારતે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 133 રન બનાવ્યા હતા.