(Source: ECI/ABP News/ABP Majha)
IND vs SL, 1st Test: જાડેજાએ તોડ્યો કપિલ દેવનો આ મોટો રેકોર્ડ, જાણો વિગત
IND vs SL 1st Test: કપિલ દેવે 1986માં કાનપુરમાં શ્રીલંકા સામે 163 રન બનાવ્યા હતા. જે અત્યાર સુધીનો કોઈપણ ભારતીય બેટ્સમેન દ્વારા સાતમા ક્રમે બેટિંગ કરીને બનાવવામાં આવેલો રેકોર્ડ હતો.
IND vs SL, 1st Test: ભારત અને શ્રીલંકા વચ્ચે મોહાલીમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટનો આજે બીજો દિવસ છે. ભારતે બીજા દિવસે 8 વિકેટના નુકસાન પર 574 રન બનાવી દાવ ડિકેલર કર્યો હતો. રવિન્દ્ર જાડેજા 175 રને અને શમી 20 રને નોટઆઉટ રહ્યા હતા. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ કપિલ દેવનો મોટો રેકોર્ડ તોડ્યો હતો.
કપિલ દેવનો કયો રેકોર્ડ તોડ્યો
જાડેજાએ સાતમા ક્રમે બેટિંગમાં આવીને કપિલ દેવનો રેકોર્ડે તોડ્યો હતો. કપિલ દેવે 1986માં કાનપુરમાં શ્રીલંકા સામે 163 રન બનાવ્યા હતા. જે અત્યાર સુધીનો કોઈપણ ભારતીય બેટ્સમેન દ્વારા સાતમા ક્રમે બેટિંગ કરીને બનાવવામાં આવેલો રેકોર્ડ હતો. જાડેજાએ આ રેકોર્ડ તોડ્યો હતો. 2019માં ઓસ્ટ્રેલિયામાં સિડની ટેસ્ટમાં રિષભ પંતે સાતમા ક્રમે બેટિંગ કરીને અણનમ 159 રન બનાવ્યા હતા.
ઈન્ડિયન ટીમે રેકોર્ડ બનાવ્યો
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક ટેસ્ટ ઈનિંગમાં ટીમના ટોપ-8 બેટ્સમેન 25થી વધુ રનનો સ્કોર બનાવી શક્યા હોય તેવું માત્ર ચોથી વખત બન્યું છે. આ પહેલા ભારતે 2007માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ આ રેકોર્ડ નોંધાવ્યો હતો.
બંને ટીમો કાળી પટ્ટી પહેરી મેદાનમાં ઉતરી
શેન વોર્ન અને રોડ માર્શને શ્રદ્ધાંજલી આપવા માટે બંને ટીમો પ્રથમ ટેસ્ટના બીજા દિવસે કાળી પટ્ટી પહેરી મેદાનમાં રમવા ઉતરી હતી. બીજા દિવસની રમત શરૂ થાય એ પહેલા 1 મિનિટનું મૌન પણ પાળ્યું હતું.
પ્રથમ ટેસ્ટમાં ભારતની પ્લેઇંગ ઇલેવનઃ રોહિત શર્મા, મયંક અગ્રવાલ, હનુમા વિહારી, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, જયંત યાદવ
શ્રીલંકાની પ્લેઇંગ ઇલેવનઃ દિમુથ કરુણારત્ને, લાહિરુ થિરિમાને, પથુમ નિસાન્કા, ચરિત અસલંકા, એન્જેલો મેથ્યુસ, ધનંજય ડી સિલ્વા, નિરોશન ડિકવેલા, સુરંગા લકમલ, વિશ્વા ફર્નાન્ડો, લસિથ એમ્બુલ્ડેનિયા અને લાહિરુ કુમારા