Nuwanidu Fernando Debut: શ્રીલંકા તરફથી પ્રથમ વન ડે રમતાં આ ખેલાડીએ કર્યું મોટું કારનામું, ખાસ ક્લબમાં થયો સામેલ
IND vs SL, 2nd ODI: શ્રીલંકા તરફથી આ મેચમાં નુવાનિદુ ફર્નાન્ડોએ વન ડે ડેબ્યૂ કર્યું. ડેબ્યૂ મેચમાં તેણે શાનદાર પ્રદર્શન કરતાં 50 રનની ઈનિંગ રમી.
Nuwanidu Fernando Debut: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સીરીઝની બીજી વનડે મેચ કોલકત્તાના ઇડન ગાર્ડનમાં રમાઈ રહી છે. આ મેચમાં શ્રીલંકા માટે કરો યા મરોની સ્થિતિ સર્જાઇ છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો છે. શ્રીલંકાની ટીમ 39.4 ઓવરમાં 215 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. મોહમ્મ્દ સિરાજે 30 રનમાં 3, કુલદીય યાદવે 51 રનમાં 3 વિકેટ, ઉમરાન મલિકે 48 રનમાં 2 તથા અક્ષર પટેલે 16 રનમાં 1 વિકેટ લીધી હતી.
ઓપનરે કર્યું ડેબ્યૂ, બનાવ્યો રેકોર્ડ
શ્રીલંકા તરફથી આ મેચમાં નુવાનિદુ ફર્નાન્ડોએ વન ડે ડેબ્યૂ કર્યું. ડેબ્યૂ મેચમાં તેણે શાનદાર પ્રદર્શન કરતાં 50 રનની ઈનિંગ રમી. જેની સાથે તેણે મોટો રેકોર્ડ રચ્યો હતો. તે ડેબ્યૂ મેચમાં ફિફ્ટી ફટકારનો છઠ્ઠો શ્રીલંકન બેટ્સમેન બન્યો હતો.
ડેબ્યૂ મેચમાં 50 કે તેથી વધુ રન કરનારા શ્રીલંકન બેટ્સમેન
- 74 રન, અશન પ્રિયંજન v પાકિસ્તાન, 2013
- 55 રન, ચમીરા સિલ્વા, v ઓસ્ટ્રેલિયા, 1999
- 53 રન, સુનિલ વેટ્ટીમુની v ઓસ્ટ્રેલિયા, 1975
- 54 રન, કુસલ મેંડિસ, v આયર્લેંડ, 2016
- 50 રન, એશન બંદારા v વેસ્ટ ઈન્ડિઝ, 2021
- 50 રન, નુવાનિદુ ફર્નાન્ડોએ v ભારત, 2023
FIFTY!
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) January 12, 2023
Nuwanidu Fernando brings up his maiden ODI 50 on his debut game 👏👏#INDvSL pic.twitter.com/8aOvLC0epa
આજની મેચ માટે ટીમ ઈન્ડિયા: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ.
શ્રીલંકની ટીમ: દાસુન શનાકા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), અવિષ્કા ફર્નાન્ડો, ધનંજય ડિ સિલ્વા, નુવાનિદુ ફર્નાન્ડો, ચરિથ અસલંકા, વાનિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, દુનિથ વેલ્લાગે, કસુન રજીથા અને લાહીરુ કુમારા.
ભારતનો રેકોર્ડ છે દમદાર
કોલકત્તામાં ભારતનો રેકોર્ડ ખુબ શાનદાર અને સારો રહ્યો છે. ટીમ ઇન્ડિયાએ ઇડન ગાર્ડન મેદાનમાં ઓવર ઓલ 21 વનડે મેચો રમી ચૂકી છે. આમાં ભારતીય ટીમને 12 મેચોમાં જીત હાંસલ થઇ છે, તો 10 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. આમ તો ભારત કોલકત્તામાં કુલ 23 વાર વનડે મેચો રમવા ઉતર્યુ છે, પરંતુ વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચમાં એકપણ બૉલ ન હતો ફેંકાઇ શક્યો. ખરાબ હવામાન અને વરસાદના કારણે આ બે મેચો કેન્સલ થઇ થઇ હતી.
શ્રીલંકા પર ભારે છે ટીમ ઇન્ડિયા -
કોલકત્તામા ભારત અને શ્રીલંકાની વચ્ચે અત્યાર સુધી પાંચ વનડે મેચો રમાઇ છે. આ મેદાનમાં ટીમ ઇન્ડિયાનુ પલડુ લંકા સામે ભારે રહ્યું છે. આ પાંચ મેચોમાંથી ત્રણમાં ભારતીય ટીમે જીત મેળવી છે, જ્યારે એક મેચનુ પરિણામ ન હતુ આવી શક્યુ. શ્રીલંકા વિરુ્દ્ધ ઇડન ગાર્ડન પર છેલ્લે વર્ષ 1996 માં વનડે મેચ જીતી હતી. તે પછી કોલકત્તામાં જ્યારેય ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે મેચ રમાઇ છે, ત્યારે શ્રીલંકા ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. આ મેદાન પર ફેબ્રુઆરી, 2007માં રમાયેલી વનડેનું પરિણામ ન હતુ આવ્યુ.