Mahisagar news: લુણાવાડામાં અંગત અદાવતમાં કેટલાક શખ્સોએ ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર કર્યો હુમલો
મહીસાગરના લુણાવાડા ભાજપના નગર યુવા મોરચા પ્રમુખ પર હુમલોની ઘટના આવી સામે. ભારતીય જનતા પાર્ટીના પ્રશાંત રાણા પર અંગત અદાવત રાખી કેટલાક લોકોએ ગઈકાલે હુમલો કર્યો હતો. પ્રશાંત રાણાનો ભાઈ બચાવવા વચ્ચે પડતા તેને પણ માર માર્યાનો આરોપ છે. લુણાવાડા કૉટેજ ચોકડી પાસે કેટલાક ઇસમો દ્વારા કરવામાં આવ્યો હુમલો. 10 લોકો વિરુદ્ધ લુણાવાડા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ. પ્રશાંત રાણાને કાન અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી સારવાર માટે લુણાવાડાની સરકારી હોસ્પિટલ ત્યારબાદ ખાનગી હોસ્પિટલ અને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે. સમગ્ર ભાજપની ટીમ અને જીલ્લા પ્રમુખ દશરથ બારીયા હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી .અમારી છોકરીને ભગાડવામાં મદદ કરી છે તેમ કહી ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઉપર હુમલો કરવામાં આવ્યો હોય તેવો પણ ફરિયાદમાં ઉલ્લેખ. જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત રાણા અને તેમના ભાઈને મારમાર્યાનો 10 લોકો ઉપર આરોપ

ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
