શોધખોળ કરો

IND vs SL 2nd T20I Live Streaming: T20 સીરિઝ પર કબ્જો કરવા ઉતરશે ભારત, જાણો કેટલા વાગે શરૂ થશે મેચ અને કઈ ચેનલ પરથી જોઈ શકાશે લાઇવ પ્રસારણ

IND vs SL: પુણેમાં રમાનાર બીજી મેચ શ્રીલંકા માટે કરો યા મરો છે. શ્રેણીમાં ટકી રહેવા માટે શ્રીલંકાએ બીજી મેચમાં કોઈપણ ભોગે જીત નોંધાવવી પડશે

IND vs SL 2nd T20I, Live Broadcast And Streaming:  ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી T20 મેચ 5 જાન્યુઆરી (ગુરુવાર)ના રોજ રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. ભારત આ મેચમાં શ્રેણી પર કબજો કરવાના ઈરાદા સાથે ઉતરશે. બીજી તરફ શ્રીલંકાની ટીમ પલટવાર કરીને શ્રેણીમાં બરાબરી કરવા ઈચ્છશે.

શ્રેણીમાં ટકી રહેલા શ્રીલંકાએ જીતવું ફરજિયાત

પુણેમાં રમાનાર બીજી મેચ શ્રીલંકા માટે કરો યા મરો છે. શ્રેણીમાં ટકી રહેવા માટે શ્રીલંકાએ બીજી મેચમાં કોઈપણ ભોગે જીત નોંધાવવી પડશે. જો મુલાકાતી ટીમ જીતથી દૂર રહેશે તો શ્રેણી તેમના હાથમાંથી નીકળી જશે. આ સાથે ભારતની ધરતી પર પ્રથમ વખત સિરીઝ જીતવાનું તેનું સપનું અધૂરું રહી જશે.  શ્રીલંકાએ ભારતની ધરતી પર 2009ની T20 શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ તે શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ હતી. ત્યારથી શ્રીલંકાને ભારતીય ધરતી પર ટી20 શ્રેણીમાં દરેક વખતે હારનો સામનો કરવો પડ્યો છે.

ભારત-શ્રીલંકા 2જી T20 મેચ ક્યારે રમાશે?

ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી T20 મેચ 5 જાન્યુઆરીએ રમાશે.

ભારત અને શ્રીલંકા વચ્ચે 2જી T20 મેચ ક્યાં રમાશે?

ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી T20 મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી મેચ ભારતીય સમય અનુસાર કયા સમયે શરૂ થશે?

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી બીજી મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. મેચના અડધા કલાક પહેલા 6.30 વાગ્યે ટોસ થશે.

કઈ ચેનલ પર ભારત-શ્રીલંકા બીજી T20 મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકાશે?

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી T20 મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ઘણી ચેનલો પર જોઈ શકાશે. આ સિવાય મેચનું ડીડી સ્પોર્ટ્સ પર પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે. જે યુઝર્સ પાસે Hotstar સબસ્ક્રિપ્શન છે તેઓ ઓનલાઈન સ્ટ્રીમિંગ દ્વારા મેચનો આનંદ માણી શકે છે.

T20 શ્રેણી માટે ભારતની ટીમ

હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટ કીપર), રૂતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન), દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, જિતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર.

શ્રેણીમાં ભારત 1-0થી આગળ

ભારત અને શ્રીલંકા વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી 3 T20 સિરિઝની પ્રથમ મેચમાં ભારતનો 2 રને વિજય થયો હતો. ભારત તરફથી સૌથી વધુ દિપક હુડ્ડાએ 41 રન કર્યા હતા. ડેબ્યૂ મેચ રમી રહેલા શિવમ માવીએ 4, હર્ષલ પટેલે 2, ઉમરાન મલીકે 2 વિકેટ ઝડપી હતી. ભારતે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 162 રન કર્યા હતા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 160 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન શનાકાએ સૌથી વધુ 45 રન, કુશલ મેન્ડીસે 28 રન જ્યારે વનિન્દુ ડી.સિલ્વાએ 21 રન કર્યા હતા. આ સાથે ભારતે સિરિઝમાં 1-0થી જીત મેળવી છે. બંને દેશો વચ્ચે  બીજી T20 મેચ 5 જાન્યુઆરીએ પુણેમાં રમાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
Embed widget