શોધખોળ કરો

IND vs SL: ટીમ ઈન્ડિયાના કેપ્ટન શિખર ધવને મેચમાં કયા કયા બનાવ્યા મોટા રેકોર્ડ, એક રેકોર્ડ જાણીને ચોંકી જશો

શિખર ધવન ભારત તરફથી સૌથી મોટી વયે કેપ્ટનશિપ કરનારો ખેલાડી બની ગયો છે. આ ઉપરાંત તેણે શ્રીલંકા સામે વન ડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવ્યા હતા.

કોલંબોઃ શ્રીલંકા અને ઈન્ડિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની પ્રથમ મેચ આજે   કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શ્રીલંકન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 9 વિકેટના નુકસાને 262 રન બનાવ્યા છે, જેના જવાબમાં ભારતે 24 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 173 રન બનાવી લીધા છે.

શ્રીલંકા સામે સૌથી ઝડપી 1000 રન

શિખર ધવન ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી રહ્યો છે. તે ભારત તરફથી સૌથી મોટી વયે કેપ્ટનશિપ કરનારો ખેલાડી બની ગયો છે. આ ઉપરાંત તેણે શ્રીલંકા સામે વન ડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવ્યા હતા. તેણે આ માટે 17 ઈનિંગ લીધી હતી. જ્યારે સાઉથ આફ્રિકાના હાશિમ આમલાએ શ્રીલંકા સામે 1000 રન બનાવવા 18 ઈનિંગ લીધી હતી. ધવને આજે આમલાનો રેકોર્ડ તોડી નાંખ્યો હોતો.

વન ડેમાં 6000 રન

આ ઉપરાંત વન ડેમાં સૌથી ઝડપી 6000 રન બનાવનારો ચોથો ક્રિકેટર બન્યો હતો. શિખર ધવને 140મી ઈનિંગમાં આ કારનામું કર્યું હતું. આ મામલે હાશિમ આમલા પ્રથમ, કોહલી બીજા અને કેન વિલિયમસન ત્રીજા નંબર પર છે. આમલાએ 123મી ઈનિંગમાં, કોહલીએ 136મી ઈનિંગમાં અને કેન વિલિયમસને 139ની ઈનિંગમાં વન ડેમાં 6000 રન પૂરા કર્યા હતા.

ભારત તરફથી સૌથી મોટી વયે કેપ્ટનશિપ કરનારો ખેલાડી

છેલ્લા આઠ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આગવી ઓળખ ઉભી કરવાની સાથે ભારતીય વન ડે ટીમમાં નિયમિત સ્થાન મેળવનારો ધવન શ્રીલંકા સામેની વન ડે શ્રેણીમાં પ્રથમ વખત કેપ્ટન્સી કરી રહ્યો છે. આ સાથે તે સૌથી મોટી ઉંમરે વન ડેમાં સૌપ્રથમ વખત કેપ્ટન્સી કરનારો ભારતીય ખેલાડી બની ગયો છે. ધવન ૩૫ વર્ષ અને ૨૨૫ દિવસની ઉંમરે કેપ્ટન તરીકે શ્રીલંકા સામે ઉતર્યો હતો. આ સાથે તે મોહિન્દર અમરનાથનો રેકોર્ડ તોડ્યો હતો. ઈ.સ. ૧૯૮૪માં સિયાલકોટમાં મોહિન્દરે પાકિસ્તાન સામેની વન ડેમાં ભારતીય ટીમનું નેતૃત્વ સંભાળ્યું ત્યારે તેમની ઊંમર ૩૪ વર્ષ અને 37 દિવસ હતી.

  • શિખર ધવન:    ૩૫ વર્ષ, ૨૨૫ દિવસ, શ્રીલંકા,  કોલંબો,  ૨૦૨૧
  • મોહિન્દર અમરનાથ:  ૩૪વર્ષ, ૩૭ દિવસ,  પાકિસ્તાન,  સિયાલકોટ, ૧૯૮૪
  • સૈયદ કિરમાણી:  ૩૩ વર્ષ, ૩૫૩ દિવસ,  વિન્ડિઝ,  ગુવાહાટી, ૧૯૮૩
  • અજીત વાડેકર:  ૩૩ વર્ષ, ૧૦૩ દિવસ,  ઈંગ્લેન્ડ,   લીડ્સ,    ૧૯૭૪
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Prayagraj: મહાકુંભના સફાઈ કર્મચારીઓને CM યોગીની ભેટ, 10 હજાર રૂપિયાનું બોનસ અને 5 લાખ સુધીની સારવાર ફ્રી

Election: મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ભાજપે કેવી રીતે જીતી ચૂંટણી? મમતા બેનર્જીનો મોટો દાવો, ચૂંટણી પંચ પર લગાવ્યા ગંભીર આરોપ

Mahakumbh 2025: મહાકુંભના સમાપન પર PM મોદીએ માંગી માફી, લખ્યું અમારી......

IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતને મોટો ફટકો,બહાર થઈ શકે છે શુભમન ગિલ?
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતને મોટો ફટકો,બહાર થઈ શકે છે શુભમન ગિલ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Board Exam: આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓ પહોંચ્યા પરીક્ષા કેન્દ્રો પરSurat Texttile Market Fire: 450 દુકાનો બળીને ખાખ, વેપારીઓ રડી પડ્યા | Abp Asmita | 27-2-2025Banaskantha Heart Attack: દાંતીવાડા ગ્રામપંચાયતના વીસીનું હાર્ટઅટેકથી મોત Watch VideoKutch: પઠાણી ઉઘરાણી કરતા કુખ્યાત ભાઈ બહેનોની ત્રિપુટી પાસા હેઠળ કરી દેવાયા જેલ ભેગા, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Prayagraj: મહાકુંભના સફાઈ કર્મચારીઓને CM યોગીની ભેટ, 10 હજાર રૂપિયાનું બોનસ અને 5 લાખ સુધીની સારવાર ફ્રી
Prayagraj: મહાકુંભના સફાઈ કર્મચારીઓને CM યોગીની ભેટ, 10 હજાર રૂપિયાનું બોનસ અને 5 લાખ સુધીની સારવાર ફ્રી
Election: મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ભાજપે કેવી રીતે જીતી ચૂંટણી? મમતા બેનર્જીનો મોટો દાવો, ચૂંટણી પંચ પર લગાવ્યા ગંભીર આરોપ
Election: મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ભાજપે કેવી રીતે જીતી ચૂંટણી? મમતા બેનર્જીનો મોટો દાવો, ચૂંટણી પંચ પર લગાવ્યા ગંભીર આરોપ
Mahakumbh 2025: મહાકુંભના સમાપન પર PM મોદીએ માંગી માફી, લખ્યું અમારી......
Mahakumbh 2025: મહાકુંભના સમાપન પર PM મોદીએ માંગી માફી, લખ્યું અમારી......
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતને મોટો ફટકો,બહાર થઈ શકે છે શુભમન ગિલ?
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતને મોટો ફટકો,બહાર થઈ શકે છે શુભમન ગિલ?
Sikandar Teaser Out: 'પોતાને સિકંદર સમજે છે...' સલમાન ખાનની ફિલ્મનું નવું ટીઝર રિલીઝ,જોવા મળી રશ્મિકા મંદાનાની ઝલક

દિલ્હી વિધાનસભા પરિસરમાં AAP ધારાસભ્યોના પ્રવેશ પર પ્રતિબંધ, આતિશીએ કહ્યું- 'બધી મર્યાદાઓ પાર કરી'

કેટલી સલામત છે Marutiની પહેલી ઇલેક્ટ્રિક કાર? સામે આવ્યો ક્રેશ ટેસ્ટનો રિઝલ્ટ!

Paytm એ એપમાં ઉમેર્યું AI સર્ચ ફીચર, આ કંપની સાથે કરી ભાગીદારી

Embed widget