ભારતીય ટીમમાંથી બહાર કરી દેવાતા કયો ખેલાડી રડી પડ્યો, દ્રવિડે પહેલાથી જ કહી દીધુ હતુ કે રિટાયરમેન્ટ માટે તૈયાર થઇ જા..............
ટીમ મેનેજમેન્ટે ખુબ પહેલા જ બતાવી દીધુ હતુ કે હવે મને ટીમમાં નહીં લેવામાં આવે. મે અત્યાર સુધી આ વાત ના કહી કેમ કે હું ટીમ સેટઅપનો ભાગ હતો.

Wriddhiman Saha: શ્રીલંકા વિરુદ્ધ માર્ચના પહેલા અઠવાડિયે શરૂ થઇ રહેલી ટેસ્ટ સીરીઝ માટે રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha)ને ટીમ ઇન્ડિયામાં જગ્યા નથી મળી શકી. હવે તેને આ આખા મામલા પર પોતાની વાત કહી છે. તેને કહ્યું કે, કૉચ રાહુલ દ્રવિડે (Rahul Dravid) તેને પહેલીજ રિટાયરમેન્ટ વિશે વિચારવાની સલાહ આપી દીધી હતી.
વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાએ કહ્યું - ટીમ મેનેજમેન્ટે ખુબ પહેલા જ બતાવી દીધુ હતુ કે હવે મને ટીમમાં નહીં લેવામાં આવે. મે અત્યાર સુધી આ વાત ના કહી કેમ કે હું ટીમ સેટઅપનો ભાગ હતો. એટલે સુધી કે કૉચ રાહુલ દ્રવિડે મને પહેલાજ રિટાયરમેન્ટ વિશે વિચારવાની સલાહ આપી દીધી હતી.
રિદ્ધિમાન સાહાએ આ દરમિયાન BCCI પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીનુ પણ નામ લીધુ, રિદ્ધિમાન સાહા બોલ્યો- જ્યારે મે ગયા વર્ષે નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પેન કિલર ખાઇને અણનમ 61 રન બનાવ્યા હતા, તો દાદાએ મને વૉટ્સએપ પર અભિનંદન આપ્યા હતા. તેમને એ પણ કહ્યું હતુ કે જ્યાં સુધી તે BCCIના સર્વેસર્વા છે, ત્યાં સુધી મને સિલેક્શનની ચિંતા કરવાની કોઇ જરૂર નથી. બોર્ડ પ્રેસિડેન્ટનો આવો સંદેશ મેળવીને મને ખુબ આત્મવિશ્વાસ મળ્યો હતો. હું એ નહતો સમજી શકતો કે પછી અચાનક આ બધુ આટલી ઝડપથી કેમ બદલાઇ ગયુ.
ઉલ્લેખનીય છે કે, રિદ્ધિમાન સાહા સહિત ત્રણ સીનિયર ક્રિકેટરને આગામી ટેસ્ટ સીરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. આમાં ચેતેશ્વર પુજારા, અંજિક્યે રહાણે અને ઇશાન્ત શર્માના નામ સામેલ છે. નેશનલ સિલેક્શન કમિટીના ચેરમેન ચેતન શર્માએ આ તમામ દિગ્ગજોને ટીમમાં ના સિલેક્શન કરવાનુ એલાન કરતા કહ્યું હતુ કે તમામ સીનિયર્સને રણજી ટ્રૉફી રમવા માટે કહેવામાં આવ્યુ છે. તે તમામ પોતાનુ ફોર્મ પાછુ મેળવીને દેશ માટે ફરીથી રમી શકે છે.
આ પણ વાંચો-
BLOG: 1946નો ભારતીય નૌસેના બળવો: ક્રાંતિકારી હડતાલ, બ્રિટન ધરાશાયી
Relationship Tips: ક્યારેય નથી બદલાતા પાર્ટનરની આ 4 આદતો, જાણો કેવી રીતે કરશો એડજસ્ટમેંટ
અત્યંત નાના ટ્યુમરની અને કાપા વિનાની સ્ટીરીયોસ્ટેટિક સર્જરી કરે છે આ મશીન, જાણો કેટલી છે કિંમત




















