IND vs SL: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને પ્રથમ વનડેમાં હરાવ્યું
પ્રથમ વનડેમાં તમામની નજર ભારતીય ટીમના પ્લેઈંગ-11 પર રહેશે. વન-ડેમાં બેવડી સદી ફટકારનાર ઈશાન કિશનને પ્લેઈંગ-11માંથી બહાર બેસવું પડશે
Background
પહેલી વનડેમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું
ત્રણ વન ડે મેચની શ્રેણીની ગુવાહાટી ખાતે રમાયેલી પહેલી વનડેમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 67 રનના મોટા અંતરથી હરાવ્યું હતું. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 373 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 306 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી ઉમરાન મલિકે 3 વિકેટ ઝડપી હતી.
શ્રીલંકાની 8 વિકેટ પડી
શ્રીલંકાના ટીમે 38 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 207 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા તરફથી ઉમરાન મલિકે ખૂબ જ શાનદાર બોલિંગ કરી 3 વિકેટ ઝડપી છે. ટીમ ઈન્ડિયા જીતથી માત્ર 2 વિકેટ દૂર છે.
ટીમ ઈન્ડિયાને ચોથી સફળતા મળી
મોહમ્મદ શમીએ ટીમ ઈન્ડિયાને ચોથી સફળતા અપાવી છે. ધનંજય ડિ સિલ્વાને તેણે પેવેલિયન પરત મોકલ્યો છે. ટીમ ઈન્ડિયાએ આપેલા 374 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી શ્રીલંકા ટીમની શરૂઆત સારી રહી નથી.
શ્રીલંકાની ત્રણ વિકેટ પડી
શ્રીલંકાની ટીમે 17.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 75 રન બનાવ્યા છે. પથુમ નિશંકા 35 રન બનાવી હાલ મેદાન પર છે. આ સિવાય ધનંજય ડિ સિલ્વા 8 રન બનાવી હાલ રમતમાં છે.
શ્રીલંકાને જીતવા 374 રનનો ટાર્ગેટ
ભારતે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 373 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 87 બોલમાં 113 રનની ઈનિંગ રમી હતી. રોહિત શર્માએ 67 બોલમાં 83 અને શુબમન ગિલે 70 રન બનાવ્યા હતા.

