IND vs SL: 7 ફોર અને 9 સિક્સ, રાજકોટમાં સદી ફટકારી સૂર્યકુમારે ઈતિહાસ રચ્યો, આવું કરનાર બન્યો બીજો ભારતીય
ભારત અને શ્રીલંકા વચ્ચે રાજકોટમાં રમાઈ રહેલી ત્રીજી T20 મેચમાં ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ઝડપી ઈનિંગમાં સદી ફટકારી હતી. તેણે માત્ર 45 બોલમાં સદી ફટકારી હતી.
IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે રાજકોટમાં રમાઈ રહેલી ત્રીજી T20 મેચમાં ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ઝડપી ઈનિંગમાં સદી ફટકારી હતી. તેણે માત્ર 45 બોલમાં સદી ફટકારી હતી. T20 ઈન્ટરનેશનલમાં સૂર્યકુમાર યાદવની આ ત્રીજી સદી છે. આ સાથે તેના નામે એક મોટો રેકોર્ડ બની ગયો છે.
સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 112 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 7 ચોગ્ગા અને 9 છગ્ગા નીકળ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 233.33 હતો. સૂર્યા T20 ઈન્ટરનેશનલમાં ત્રીજી સદી ફટકારનાર ભારતનો બીજો બેટ્સમેન બની ગયો છે. અત્યાર સુધી માત્ર ભારતમાં જ નહીં પરંતુ ક્રિકેટના ઈતિહાસમાં માત્ર રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 4 સદી ફટકારી છે.
IND vs SL T20: સૂર્યકુમાર યાદવે બાબર આઝમ અને કેએલ રાહુલને પાછળ છોડ્યા, ટી-20 ક્રિકેટમાં ફટકારી ત્રીજી સદી
રાજકોટમાં શ્રીલંકા સામે રમાઇ રહેલી ત્રીજી ટી-20 મેચમાં સૂર્યકુમાર યાદવે તોફાની બેટિંગ કરી હતી. સૂર્યકુમાર યાદવે શ્રીલંકા સામેની T20 શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં શાનદાર સદી ફટકારી હતી. એક વર્ષની અંદર તેણે ભારત માટે ત્રીજી વખત ટી-20 ક્રિકેટમાં સદી ફટકારી અને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવની આ ત્રીજી સદી હતી. આ ઇનિંગ સાથે તેણે ભારતના કેએલ રાહુલ અને પાકિસ્તાનના બાબર આઝમ સહિત ઘણા બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે. આ બંને બેટ્સમેનોએ આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં બે સદી ફટકારી છે. જ્યારે સૂર્યકુમાર યાદવે આ સિદ્ધિ ત્રણ વખત મેળવી છે.
હવે માત્ર ભારતીય કેપ્ટન રોહિત શર્મા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારવામાં સૂર્યકુમારથી આગળ છે. રોહિતે ભારત માટે T20માં ચાર સદી ફટકારી છે અને આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે.
🔥 His third T20I ton
— ESPNcricinfo (@ESPNcricinfo) January 7, 2023
🔥 Second fastest for India
🔥 Joint-second most T20I tons ever
ARE YOU NOT ENTERTAINED? #INDvSL
સૂર્યકુમાર મેક્સવેલ અને મુનરોની ક્લબમાં જોડાયો
T20 ક્રિકેટમાં પોતાની ત્રીજી સદી સાથે સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ અને ન્યૂઝીલેન્ડના કોલિન મુનરોની બરોબરી કરી લીધી છે. આ બંને બેટ્સમેનોએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં ત્રણ સદી પણ ફટકારી છે.