IND vs SL: 11 રન બનવતાની સાથે જ આવિષ્કા ફર્નાન્ડો શ્રીલંકા માટે બનાવી દેશે આ મોટો રેકોર્ડ, જાણો વિગતે
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી વનડે રમાશે, આ મેચ તિરુવનંતપુરમમાં રમાશે,
Avishka Fernando Batting Records: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી વનડે રમાશે, આ મેચ તિરુવનંતપુરમમાં રમાશે, આ સીરીઝમામાં પહેલાથી ભારતીય ટીમે 2-0થી કબજો જમાવી લીધો છે, પરંતુ આજની મેચમાં કેટલાક રેકોર્ડ જોવા મળી શકે છે.
ખાસ વાત છે કે શ્રીલંકા આ સીરીઝ હારી ચૂકી છે, છતાં આ મેચમાં તેમના સ્ટાર બેટસમેન આવિષ્કા ફર્નાન્ડો માટે મહત્વની બની શકે છે. જો આવિષ્કા ફર્નાન્ડો આ મેચમાં 11 રન બનાવી લે છે, તો તે શ્રીલંકા માટજે વનડેમાં ચૌથા નંબરે ફાસ્ટ એક હજાર રન બનાવનારો બેટ્સમેન બની જશે.
આવિષ્કા ફર્નાન્ડો બનાવી શકે છે મોટો રેકોર્ડ -
શ્રીલંકના ઓપનર બેટ્સમેન આવિષ્કા ફર્નાન્ડો ભારત વિરુદ્ધ તિરુવનંતપુરમમાં રમાનારી ત્રીજી અને અંતિમ વનડે મેચમાં મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. આવિષ્કા ત્રીજી મેચમાં જો 11 રન બનાવી લે છે, તો તે શ્રીલંકન ટીમમાં ચોથો સૌથી ફાસ્ટ એક હજાર વનડે ઇન્ટરનેશનલ રન પુરા કરનારો બેટ્સમેન બની જશે. આવિષ્કાએ અત્યાર સુધી શ્રીલંકા માટે 28 વનડે ઇન્ટરનેશનલ મેચો રમી છે, આમાં તેને 3 સદી અને 5 ફિફ્ટીની મદદથી 989 રન બનાવ્યા છે.
શું છે ભારત અને શ્રીલંકાનો હેડ ટૂ હેડ રેકોર્ડ -
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સીરીઝની અંતિમ વનડે મેચ રમાઇ રહી છે, ભારતીય ટીમ આ સીરીઝમાં જીત મેળવી ચૂકી છે, છતાં જો અહીં હેડ ટૂ હેડ આંકડાની વાત કરવામાં આવે તો, અહીં ફરી એકવાર ભારતીય ટીમનું પલડુ ભારે લાગી રહ્યું છે. ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે ફૉર્મેટમાં અત્યાર સુધી 163 મેચો રમાઇ ચૂકી છે. ભારતીય ટીમે 94 વનડેમાં શ્રીલંકાને હરાવ્યુ છે, તો 57 મેચોમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત 11 વનડે મેચોમાં કોઇ પરિણામ નથી આવ્યુ. આ આંકડા પરથી કહી શકાય કે ભારતીય ટીમ જીતના રેશિઓમાં શ્રીલંકાથી આગળ છે. જોકે, આજની મેચમાં ટૉસ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.
ક્યારે અને ક્યા રમાશે મેચ ?
આ મેચ 15 જાન્યુઆરી (રવિવાર) બપોરે 1.30 વાગે શરૂ થશે, સીરીઝની આ છેલ્લી અને અંતિમ વનડે મેચ કેરાલાના તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ક્યાં જોઇ શકાશે લાઇવ મેચ ?
ભારત-શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની આ છેલ્લી વનડે મેચ સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્કની અલગ અલગ ટીવી ચેનલ્સ પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે, આ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝ્ની+ હૉટસ્ટાર એપ પર ઉપલબ્ધ રહેશે, ફ્રી ડીટીએચ કનેક્શન પર આ મેચ ડીડી સ્પૉર્ટ્સ પર પણ જોઇ શકાશે.