IND vs WI 1st ODI : પ્રથમ વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયાની 6 વિકેટથી જીત, ભારત વન ડે સિરીઝમાં 1-0 થી આગળ
IND vs WI 1st ODI LIVE Updates: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની પ્રથમ વન-ડે આજે અમદાવાદમાં રમાશે.
LIVE
Background
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની પ્રથમ વન-ડે આજે અમદાવાદમાં રમાશે. રોહિતે સંકેત આપ્યો હતો કે પ્રથમ વનડેમાં શિખર ધવનની ગેરહાજરીમાં તેની સાથે ઓપનિંગની જવાબદારી યુવા વિસ્ફોટક બેટ્સમેને ઇશાન કિશનના (Ishan Kishan) માથે રહેશે. ઇશાન કિશન કેપ્ટન રોહિત શર્મા સાથે પહેલી વનડેમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ઓપનિંગ કરતો દેખાશે.
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણીનું પ્રસારણ ક્યાં અને કેટલા વાગ્યાથી થશે તે જાણવા ક્રિકેટ ચાહતો આતુર છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણીનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર બપોરે 1 વાગ્યાથી શરૂ થશે. મેચ બપોરે 2.30 કલાકે શરૂ થશે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણીનું ડીઝની પ્લસ હોટસ્ટાર એપ પર પણ લાઈવ સ્ટ્રીમિંગ થશે તથી ક્રિકેટ ચાહકો ત્યાં પણ મેચની મજા માણી શકશે.
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 16 ફેબ્રુઆરીથી ત્રણ ટી-20 મેચની શ્રેણીનો પણ પ્રારંભ થશે. પહેલી મેચ 16 ફેબ્રુઆરીએ રમાયા પછી 18 ફેબ્રુઆરી અને 20 ફેબ્રુઆરીએ બાકીની બે ટી-20 મેચ રમાશે. ત્રણેય ટી-20 કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે.
ટીમ ઈન્ડિયાની વેસ્ટ ઈન્ડિઝ સામે 6 વિકેટથી શાનદાર જીત
પ્રથમ વન-ડે મેચમાં ટીમ ઈન્ડિયાની વેસ્ટ ઈન્ડિઝ સામે 6 વિકેટથી શાનદાર જીત થઈ છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 176 રન બનાવ્યા હતા. ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલે શાનદાર પ્રદર્શન કરી 4 વિકેટ ઝડપી હતી. 177 રનના ટાર્ગેટ ચેઝ કરવા ભારત તરફથી રોહિત શર્માએ 60 રન બનાવ્યા હતા.
પ્રથમ વન-ડે જીતવા ભારતને મળ્યો 177 રનનો ટાર્ગેટ
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ વન-ડે મેચ રમાઇ રહી છે. વેસ્ટ ઇન્ડિઝે ટીમ ઇન્ડિયાને મેચ જીતવા માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડિઝની ટીમ 172 રન બનાવી શકી હતી. જેસન હોલ્ડર 57 રન ફટકાર્યા હતા. જ્યારે ટીમ ઇન્ડિયા તરફથી યુઝર્વેન્દ્ર ચહલે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. એક સમયે વેસ્ટ ઇન્ડિઝે 71 રન પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.
ભારતે જીત્યો ટોસ અને બોલિંગ કરશે
અમદાવાદઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અમદાવાદમાં વન-ડે સીરિઝની પ્રથમ વનડે મેચ રમાઈ રહી છે. પ્રથમ વન-ડેમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. દીપક હુડાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે ડેબ્યૂ કરશે
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, ઇશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, યુઝર્વેન્દ્ર ચહલ, પ્રસિદ્ધ કૃષ્ણા
શ્રેયસ ઐય્યરના સ્થાને સૂર્યકુમાર યાદવ રમશે
માનવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલી ત્રીજા, સૂર્યકુમાર યાદવ ચોથા, ઋષભ પંત પાંચમા સ્થાન પર રમશે. તે સિવાય શાર્દુલ ઠાકુર છઠ્ઠા સ્થાન પર બેટિંગ કરવા ઉતરી શકે છે. બોલરોમાં કુલદીપ યાદવ, ચહલની જોડી વાપસી કરી શકે છે. તે સિવાય દીપક ચહર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા પ્લેઇંગ ઇલેવનનો ભાગ હોઇ શકે છે.