શોધખોળ કરો

IND vs WI, T20 Series: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી રહેેશે પિચ

IND vs WI: કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં અત્યાર સુધી રમાયેલી 9 ટી20 મેચમાં પ્રતમ બેટિંગ કરનારી ટીમ ત્રણ વખત જીતી શકી છે. આ સ્થિતિમાં ટોસની મહત્વની ભૂમિકા રહેશે.

IND vs WI 1St T20: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ આજે સાંજે 7.30 કલાકે શરૂ થશે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે યોજાનારી આ મેચ માટે બંને ટીમોએ પ્રેક્ટિસ સેશનમાં ઘણો પરસેવો પાડ્યો હતો.

ભારતીય ટીમે વનડે સીરીઝમાં વેસ્ટ ઈન્ડીઝને એકતરફી હાર આપી હતી, પરંતુ ટી-20 સીરીઝમાં ટક્કર થવાની પૂરી સંભાવના છે. કારણ કે ભારતના પ્રવાસે આવતા પહેલા વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડને 5 મેચની T20 શ્રેણીમાં 3-2થી હરાવ્યું હતું. આ ટીમના તમામ ખેલાડીઓને T20 નિષ્ણાત માનવામાં આવે છે, જેઓ વિશ્વભરની T20 લીગમાં સતત રમે છે.

ભારતીય ટીમમાં અનુભવી અને યુવા ખેલાડીઓનું સારું મિશ્રણ છે. નવા કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ સારી રમત બતાવી રહી છે. ત્યારે હોમ ગ્રાઉન્ડ પર રમવાનો ફાયદો પણ ટીમ ઈન્ડિયાને મળવાનો છે. આ બધાની વચ્ચે ઈડન ગાર્ડન્સની પીચ અને ટોસની પણ ખાસ ભૂમિકા છે.  

પિચનો મૂડ પણ એવો જ હશે

ઈડન ગાર્ડન્સની પિચ ઝડપી બોલરોને મદદ કરે તેવી સંભાવના છે. પિચ પર સારો બાઉન્સ હોઈ શકે છે. ભારતના ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને અવેશ ખાન અહીં શાનદાર પ્રદર્શન કરી શકે છે. એ જ રીતે વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર શેલ્ડન કોટ્રેલ અને જેસન હોલ્ડર પણ પોતાના બાઉન્સથી ભારતીય બેટિંગ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. છેલ્લા 2 દિવસથી અહીં ભારે ઝાકળ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં બોલરોને ચોક્કસ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ટોસની ભૂમિકા

ઈડન ગાર્ડનમાં અત્યાર સુધી 9 ટી-20 મેચમાં 6 વખત બીજી બેટિંગ કરીને ટીમ જીતી છે. પ્રથમ બેટિંગ કરનારી ટીમ અહીં માત્ર ત્રણ વખત જીતી શકી છે. અહીં રાત્રે ઝાકળને કારણે પાછળથી બોલિંગ કરવી થોડી મુશ્કેલ છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ અહીં પહેલા બોલિંગ કરવાનું પસંદ કરે છે.

ઈડન ગાર્ડન્સમાં ભારત-વિન્ડીઝ પહેલા પણ એક વખત ટકરાયા છે

આ મેદાન પર ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો પહેલા પણ સામસામે આવી ચૂકી છે. નવેમ્બર 2018માં રમાયેલી મેચમાં ભારતે અહીં વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવ્યું હતું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Google Gemini: ગૂગલ જેમિનીમાં મોટો ફેરફાર, જાણો 'પર્સનલ ઈન્ટેલિજન્સ' ફીચર કેવી રીતે બનશે અસલી આસિસ્ટન્ટ?
Google Gemini: ગૂગલ જેમિનીમાં મોટો ફેરફાર, જાણો 'પર્સનલ ઈન્ટેલિજન્સ' ફીચર કેવી રીતે બનશે અસલી આસિસ્ટન્ટ?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
Embed widget