શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IND vs WI:  ભારતે વેસ્ટ ઇન્ડિઝને 200 રનથી હરાવ્યું, વેસ્ટ ઇન્ડિઝ ટીમ વિરુદ્ધ સતત 13મી વન-ડે સીરિઝ જીતી

ભારતે ત્રીજી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને 200 રનથી હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી છે

ભારતે ત્રીજી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને 200 રનથી હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે સતત 13મી વનડે શ્રેણી જીતી છે. ભારતે એક જ ટીમ સામે સતત સૌથી વધુ વનડે શ્રેણી જીતવાનો પોતાનો રેકોર્ડ યથાવત રાખ્યો  હતો.  આ મામલામાં પાકિસ્તાનની ટીમ બીજા નંબર પર છે, જેણે ઝિમ્બાબ્વે સામે સતત 11 વનડે શ્રેણી જીતી છે.

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે પાંચ વિકેટે 351 રન બનાવ્યા હતા. ભારત તરફથી ચાર બેટ્સમેનોએ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 35.3 ઓવરમાં 151 રનમાં સમેટાઈ ગઈ હતી અને 200 રનથી હારી ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ સામે વનડેમાં ભારતની આ બીજી મોટી જીત છે. અગાઉ 2018માં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 224 રનથી હરાવ્યું હતું

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતા શુભમન ગિલ અને ઈશાન કિશન ફરી એકવાર શાનદાર શરૂઆત કરી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 143 રનની ભાગીદારી કરી હતી. વેસ્ટ ઈન્ડિઝમાં વનડેમાં ભારત માટે આ સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે. આ બંનેએ 2017માં ધવન અને રહાણેનો રેકોર્ડ તોડ્યો હતો. કિશને શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી અને સતત ત્રીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. ત્રીજા નંબરે આવેલા ઋતુરાજે આઠ રન બનાવ્યા હતા, પરંતુ ચોથા નંબરે બેટિંગ કરવા આવેલા સંજુ સેમસને જોરદાર બેટિંગ કરી હતી. તે 41 બોલમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 51 રન બનાવીને આઉટ થયો હતો.

શુભમન ગિલ 85 રન બનાવી આઉટ થયો હતો. તેણે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છ દાવમાં પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી. તેણે વન-ડે કારકિર્દીની છઠ્ઠી અડધી સદી ફટકારી હતી.

આ પછી કેપ્ટન હાર્દિકે સૂર્યકુમાર સાથે મળીને ભારતની ઇનિંગ્સને આગળ ધપાવી હતી. સૂર્યકુમાર 35 રન બનાવીને આઉટ થયો હતો. અંતે હાર્દિક 52 બોલમાં 70 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. તેણે ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. તેણે તેની વન-ડે કરિયરની 10મી અડધી સદી ફટકારી હતી. અંતે ભારતીય ટીમ પાંચ વિકેટ ગુમાવીને 351 રન બનાવી શકી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોમારિયો શેફર્ડે બે વિકેટ ઝડપી હતી. અલ્ઝારી જોસેફ, ગુડાકેશ મોતી અને યાનિક કારિયાને એક-એક વિકેટ મળી હતી.

રોહિત શર્મા અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીને પણ ત્રીજી વન-ડેમાં આરામ આપવામાં આવ્યો હતો. આ પહેલા બીજી વનડેમાં બંને બેટ્સમેનોને આરામ આપવામાં આવ્યો હતો અને ટીમનો પરાજય થયો હતો. ત્રીજી ODIમાં ફાસ્ટ બોલર ઉમરાન મલિક અને સ્પિનર ​​અક્ષર પટેલની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ અને જયદેવ ઉનડકટને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Jio, Airtel, Voda અને BSNL માટે બદલાશે આ નિયમ, સ્પામ OTPથી મળશે છૂટકારો
Jio, Airtel, Voda અને BSNL માટે બદલાશે આ નિયમ, સ્પામ OTPથી મળશે છૂટકારો
'ગૌતમ, સાગર અદાણી અને વિનીત જૈન પર અમેરિકામાં નથી લાગ્યો લાંચનો આરોપ', અદાણી ગ્રુપનું નિવેદન
'ગૌતમ, સાગર અદાણી અને વિનીત જૈન પર અમેરિકામાં નથી લાગ્યો લાંચનો આરોપ', અદાણી ગ્રુપનું નિવેદન
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
Embed widget