IND vs WI: વેસ્ટઈન્ડિઝ સામે ટેસ્ટમાં 12 વિકેટ લઈ અશ્વિને રચ્યો ઈતિહાસ, આ દિગ્ગજ ખેલાડીને પાછળ છોડ્યો
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ ડોમિનિકામાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ એક ઈનિંગ અને 141 રનથી શાનદાર જીત નોંધાવી હતી.
R Ashwin Test Record: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ ડોમિનિકામાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ એક ઈનિંગ અને 141 રનથી શાનદાર જીત નોંધાવી હતી. ભારતીય સ્પિનર આર અશ્વિને આ મેચમાં 12 વિકેટ લીધી હતી. તેણે પ્રથમ દાવમાં 5 અને બીજી ઈનિંગમાં 7 વિકેટ ઝડપી હતી. આ વિકેટો સાથે અશ્વિને શ્રીલંકાના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરનને પાછળ છોડીને એક ખૂબ જ ખાસ રેકોર્ડ બનાવ્યો હતો.
અશ્વિને મુથૈયા મુરલીધરનને પાછળ છોડી દિધો
આ પહેલીવાર નથી જ્યારે અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 12 કે તેથી વધુ વિકેટ લીધી હોય. તેણે આ 6ઠ્ઠી વખત કર્યું છે. શ્રીલંકાના અનુભવી મુથૈયા મુરલીધરને પણ તેની કારકિર્દીમાં છ વખત 12 કે તેથી વધુ વિકેટ લીધી હતી. પરંતુ મુરલીધરને 133 ટેસ્ટ મેચમાં આ આંકડો સ્પર્શ કર્યો હતો અને અશ્વિનને આ આંકડા સુધી પહોંચવા માટે માત્ર 93 ટેસ્ટ મેચોનો સહારો લેવો પડ્યો હતો. આ રીતે અશ્વિને મુથૈયા મુરલીધરનને પાછળ છોડી દિધો હતો.
આ ઉપરાંત અશ્વિને આ ટેસ્ટમાં પોતાની 700 આંતરરાષ્ટ્રીય વિકેટ પણ પૂરી કરી હતી. તેણે ટેસ્ટ મેચના અંત સુધીમાં તેની 709 આંતરરાષ્ટ્રીય વિકેટ પૂરી કરી હતી. આ સાથે તે હરભજન સિંહને પાછળ છોડીને ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લેનારો બીજો બોલર બન્યો. હરભજન સિંહે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 707 વિકેટ લીધી હતી. આ સાથે જ ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેવાના મામલે અનિલ કુંબલે 953 વિકેટ સાથે નંબર વન પર છે.
2nd 5-wicket haul in the ongoing Test 👍
— BCCI (@BCCI) July 14, 2023
34th 5-wicket haul in Test 👌
8th 10-wicket haul in Tests 👏
Well done, R Ashwin 🙌 🙌
Follow the match ▶️ https://t.co/FWI05P4Bnd #TeamIndia | #WIvIND pic.twitter.com/u9dy3t0TAd
અશ્વિનની અત્યાર સુધીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
રવિચંદ્ર અશ્વિને તેની કારકિર્દીમાં અત્યાર સુધી 93 ટેસ્ટ મેચ રમી છે, જ્યારે 113 ODI અને 65 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટમાં અશ્વિને 23.21ની એવરેજથી 486 વિકેટ ઝડપી છે અને બેટથી 26.96ની એવરેજથી 3129 રન બનાવ્યા છે. આ સિવાય રવિચંદ્ર અશ્વિને વનડેમાં 33.5ની એવરેજથી 151 વિકેટ લીધી છે. T20 ઇન્ટરનેશનલમાં તેણે 23.22 ની સરેરાશથી 72 વિકેટ લીધી.
Join Our Official Telegram Channel: