IND vs WI: આ સ્ટાર ખેલાડીઓ વિના ટીમ ઇન્ડિયા રમશે પ્રથમ વન-ડે, લગ્નના કારણે પ્રથમ વન-ડે નહી રમે લોકેશ રાહુલ
છ ફેબ્રુઆરીથી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ વન-ડે મેચની સીરિઝની શરૂઆત થશે. આ અગાઉ ટીમ ઇન્ડિયાની મુશ્કેલી ઓછું થવાનું નામ લઇ રહી નથી
India vs West Indies 1St ODI: આવતીકાલે એટલે કે છ ફેબ્રુઆરીથી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ વન-ડે મેચની સીરિઝની શરૂઆત થશે. આ અગાઉ ટીમ ઇન્ડિયાની મુશ્કેલી ઓછું થવાનું નામ લઇ રહી નથી. સીનિયર બેટ્સમેન શિખર, ધવન, ઋતુરાજ ગાયકવાડ અને મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐય્યર અને નવદીપ સૈની કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે. આ કારણે તેઓ પ્રથમ વન-ડે રમશે નહીં. તે સિવાય ટીમના વાઇસ કેપ્ટન રાહુલ પણ પ્રથમ વન-ડે રમશે નહીં.
રિપોર્ટ અનુસાર પોતાની બહેનના લગ્નના કારણે કેએલ રાહુલ 6 ફેબ્રુઆરીના રોજ રમાનારી પ્રથમ વન-ડે મેચમાં રમશે નહીં. એવામાં જ્યારે શિખર ધવન અને રાહુલ બંન્ને ટીમમાં નહી હોય ત્યારે કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કોણ કરશે તે એક સવાલ રહેશે.
રિપોર્ટ અનુસાર, છ ફેબ્રુઆરીના રોજ કેએલ રાહુલ અમદાવાદમાં ટીમ ઇન્ડિયા સાથે જોડાશે. જોકે, પ્રથમ ત્રણ દિવસ તેને ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે ત્યારબાદ તે બીજી વન-ડેમાં મેદાન પર રમતો જોવા મળશે.
નોંધનીય છે કે બુધવારે રૂટીન આરટી-પીસીઆર ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના કુલ સાત સભ્યો કોરોના પોઝિટીવ આવ્યા હતા. જેમાં શિખર ધવન, શ્રેયસ ઐય્યર, ઋતુરાજ ગાયકવાડ અને નવદીપ સૈની છે. અન્ય ત્રણ સપોર્ટ સ્ટાફના સભ્યો સામેલ છે. આ તમામ હાલમાં આઇસોલેશનમાં છે.
ભારતીય ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત થયા બાદ ટેસ્ટ ટીમના ઓપનર મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેણે અંતિમ વન-ડે 2020માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી હતી. તે અત્યાર સુધીમાં ભારત તરફથી પાંચ વન-ડે મેચ રમી ચૂક્યો છે.
Gangubai Kathiawadi Trailer: એક્ટ્રેસ આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટ્રેલર થયું રિલીઝ
Upcoming EV Car: ટાટાને ટક્કર આપવા Mahindra લાવી રહ્યું છે આ Electric XUV, સામે આવી લેટેસ્ટ ડિટેલ્સ