IND vs WI: ટીમ ઈન્ડિયામાં સ્થાન મળવા પર નવદીપ સૈનીએ જાણો શું આપ્યું નિવેદન
ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ ઈન્ડિયાએ નવદીપ સૈનીને પણ તક આપી છે. નવદીપ લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે.
Navdeep Saini IND vs WI: ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ ઈન્ડિયાએ નવદીપ સૈનીને પણ તક આપી છે. નવદીપ લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. તેણે ભારત માટે અત્યાર સુધી માત્ર 2 ટેસ્ટ મેચ રમી છે. નવદીપે કહ્યું કે તેણે વિચાર્યું ન હતું કે તેને ટીમ ઈન્ડિયા તરફથી કોલ આવશે. આ સમાચાર સાંભળીને તેને આશ્ચર્ય થયું. નવદીપે 2021માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું અને આ વર્ષે છેલ્લી ટેસ્ટ પણ રમી હતી.
નવદીપે ટીમ ઈન્ડિયામાં સામેલ થવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તે કાઉન્ટી રમવા ગયો છે. ઈન્ડિયન એક્સપ્રેસના એક સમાચાર અનુસાર નવદીપે કહ્યું, “હું અહીં કાઉન્ટી ક્રિકેટ રમવા આવ્યો છું. એરપોર્ટ પર પહોંચતા જ મને આ સમાચાર સાંભળવા મળ્યા. સાચું કહું તો, મને એવી અપેક્ષા નહોતી. હું IPL દરમિયાન ડ્યુક્સ બોલની ટ્રેનિંગ લઈ રહ્યો હતો. મેં વિચાર્યું હતું કે કદાચ નેટ બોલર તરીકે અથવા સ્ટેન્ડ બાય તરીકે હું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલનો ભાગ બનીશ.
તેણે કહ્યું, “આશા છે કે હું વેસ્ટ ઈન્ડિઝ જતા પહેલા ઓછામાં ઓછી એક મેચ રમીશ. જેથી સારી તૈયારી થઈ જશે. આ મારો વેસ્ટ ઈન્ડિઝનો બીજો પ્રવાસ હશે. મને છેલ્લી વખત રમવાની તક મળી ન હતી. હું ત્યાંની સ્થિતિ જાણું છું. ત્યાંની પિચ ધીમી છે.
ઉલ્લેખનીય છે કે, નવદીપ ભારત માટે અત્યાર સુધીમાં બે ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 4 વિકેટ ઝડપી છે. નવદીપે 8 વનડે પણ રમી છે, જેમાં તેણે 6 વિકેટ લીધી છે. નવદીપે 11 T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે. જેમાં તેણે 13 વિકેટ ઝડપી છે. નવદીપનો ફર્સ્ટ ક્લાસ મેચોમાં પણ સારો રેકોર્ડ છે. તેણે 104 ઇનિંગ્સમાં 174 વિકેટ લીધી છે. તેણે આ ફોર્મેટમાં 5 વખત પાંચ કે તેથી વધુ વિકેટ લીધી છે. નવદીપે 65 લિસ્ટ A મેચમાં 93 વિકેટ લીધી છે.
12 જુલાઇથી શરૂ થઇ રહ્યો છે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ -
ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની શરૂઆત બુધવાર, 12 જુલાઈએ પ્રથમ ટેસ્ટ મેચથી થશે, જે ડૉમિનિકામાં રમાશે. આ પ્રવાસમાં બે ટેસ્ટ મેચોની સીરીઝ રમાશે. આ પછી 27 જુલાઈ, ગુરુવારથી ત્રણ મેચની વનડે સીરીઝ શરૂ થશે. વળી, 5 મેચોની T20 સીરીઝ ગુરુવાર, 3 ઓગસ્ટથી શરૂ થશે, અને આ પ્રવાસની છેલ્લી મેચ 13 ઓગસ્ટ, શનિવારે રમાશે.
મોબાઇલ પર કઇ એપ પરથી જોઇ શકાશે ફ્રીમાં મેચો -
ભારતીય ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર એ છે કે ભારતીય ફેન્સ આ ટૂરમાં તમામ મેચોનું લાઈવ ટેલિકાસ્ટ ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર ફ્રીમાં જોઈ શકશે. ફેનકૉડ પાસે ભારતમાં વેસ્ટ ઈન્ડિઝની મેચોનું લાઈવ પ્રસારણ કરવાનો અધિકાર છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Viacom18 એ ડિજિટલ બ્રૉડકાસ્ટ માટે ફેનકૉડ સાથે પાર્ટનરશીપ કરી છે. આથી ફેન્સ Jio સિનેમા એપ પર પણ મેચ જોઈ શકશે. વળી, ટીવી પ્રસારણ માટે ફેનકૉડ અને ડીડી સ્પૉર્ટ્સ વચ્ચે વાતચીત ચાલી રહી છે.