(Source: ECI/ABP News/ABP Majha)
ત્રીજી ટી20માં રોહિતની આવી હશે પ્લેઇંગ ઇલેવન, આ ચાર ખેલાડીઓને મળશે મોકો, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન...
બીસીસીઆઇ દ્વારા વિરાટ કોહલીની સાથે સાથે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પણ બાયૉ બબલમાંથી બ્રેક આપ્યો છે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમ ત્રણ ટી20 મેચોની સીરીઝમાં સળંગ બે મેચો જીતીને સીરીઝ પર કબજો જમાવી ચૂકી છે. હવે ભારતીય ટીમ માટે ત્રીજી અને અંતિમ ટી20 માત્ર ઔપચારિક રહી ગઇ છે. આવામાં કેપ્ટન રોહિત શર્મા પોતાની પ્લેઇંગ ઇલેવનમાં ચાર મોટા ફેરફાર કરી શકે છે. જાણો કેવી હશે પ્લેઇંગ ઇલેવન.....
ત્રીજી ટી20 માટે આવી હોઇ શકે છે સંભવિત ભારતીય પ્લેઇંગ ઇલેવન-
રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, વેંકેટેશ અય્યર, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઇ.
વિરાટ કોહલી અને ઋષભ પંતને પણ અપાયો બ્રેક-
બીસીસીઆઇ દ્વારા વિરાટ કોહલીની સાથે સાથે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પણ બાયૉ બબલમાંથી બ્રેક આપ્યો છે. હવે ત્રીજી ટી20માં કેપ્ટન રોહિત શર્મા નવી પ્લેઇંગ ઇલેવન લઇને મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની સાથે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને પણ બાયો બબલથી આરામ માટે ત્રીજી ટી-20થી બ્રેક અપાયો છે. બંને બેટ્સમેને બીજી ટી-20માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિરાટે વેસ્ટ ઈન્ડિઝના વિરોધમાં બીજી ટી-20માં 52 રન બનાવ્યા હતા. આ પહેલા 3 વનડેમાં પહેલી ટી-20માં વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલરની સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ઋષભ પંતને 52 રનની ઇનિંગ રમ્યા બાદ પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો હતો.
કોહલી અને પંતની જગ્યાએ આ ખેલાડીઓને મળશે મોકો-
રિપોર્ટ છે કે, ત્રીજી ટી20માં ફરી એકવાર ઓપનિંગમા કેપ્ટન રોહિત સાથે વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશનને મોકો આપવામાં આવશે. ખાસ વાત છે કે, ઋષભ પંતની ગેરહાજરીમાં ઇશાન કિશન વિકેટકીપિંગની પણ જવાબદારી સંભાળશે. જ્યારે કોહલીની જગ્યાએ મીડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યરને મોકો આપવામાં આવશે.
આ પણ વાંચો-
Facebook Market Cap: ઓછી થઇ રહી છે ફેસબુકની ચમક, ટોચની 10 કંપનીઓના લિસ્ટમાંથી બહાર થઇ ફેસબુક
Horoscope Today 19 February 2022: આ રાશિના જાતકોને થઈ શકે છે ધનહાનિ, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ
IND vs SL: શ્રીલંકા સામેની ટી-20 સીરિઝમાં નહી રમે વિરાટ કોહલી? રવિન્દ્ર જાડેજાની વાપસી નક્કી
ઓમિક્રોનના કેસ ઘટી રહ્યા છે, પરંતુ WHO એ સબ-વેરિઅન્ટ BA.2ને લઈ શું આપી ચેતવણી, જાણો
ગાંધીનગરઃ પ્રેમીએ નદી કિનારે સગીર પ્રેમિકાને બોલાવી કટરથી કાપ્યુ ગળુ, આરોપીની કરાઇ ધરપકડ