IND vs WI T20I Score : પ્રથમ ટી-20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની 68 રને શાનદાર જીત
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી પાંચ મેચની T20 સીરીઝ શરૂ થઈ રહી છે. રોહિત શર્મા ટી20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની આગેવાની કરશે.

Background
India vs West Indies 1st T20: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી પાંચ મેચની T20 સીરીઝ શરૂ થઈ રહી છે. રોહિત શર્મા ટી20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની આગેવાની કરશે. આ સિવાય ઋષભ પંત અને હાર્દિક પંડ્યા જેવા સ્ટાર ખેલાડીઓ પણ ટીમમાં પરત ફર્યા છે.
આ વખતે બન્ને ટીમો ટી20 સીરીઝ માટે આમને સામને ટકરાશે. ખાસ વાત છે કે ટી20 સીરીઝ માટે ભારતીય ટીમમાં સીનિયર ખેલાડીઓની વાપસી થઇ ગઇ છે. ટીમની કમાન ફરી એકવાર રેગ્યુલર કેપ્ટન રોહિત શર્મા સંભાળશે, અને તેની સાથે પંત, જાડેજા, ભુવનેશ્વર, અશ્વિન, કાર્તિક સહિતના સ્ટાર ખેલાડીઓ રમશે.
વનડે સીરીઝ બાદ ભારતીય ટીમ આજથી કેરેબિયન ટીમ સામે પાંચ મેચની ટી-20 સીરીઝ રમવાની છે. આ પ્રવાસ 29 જુલાઈથી શરૂ થશે અને 7 ઓગસ્ટે સમાપ્ત રહેશે. અહીંની એક ખાસ વાત એ છે કે આ તમામ 8 મેચ કોઈ પણ પ્રાઈવેટ સેટેલાઈટ ચેનલ પર ટેલિકાસ્ટ નહીં થાય.
પીચ બોલરો માટે બેટ્સમેનોને સમાન મદદ કરી શકે છે. અહીં રમાયેલી મેચોમાં 7.40ના ઇકોનોમી રેટથી રન બનાવાયા છે. આજની સ્પર્ધામાં હવામાન મોટો અવરોધ બની શકે છે. અહીં વરસાદની સંભાવના 80% દર્શાવવામાં આવી છે.
પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
ટીમ ઈન્ડિયાએ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ T20માં વેસ્ટ ઈન્ડિઝને 68 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને વેસ્ટ ઈન્ડિઝને 191 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં યજમાન ટીમ નિર્ધારિત ઓવરમાં આઠ વિકેટે 122 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી બેટિંગમાં રોહિત શર્માએ 44 બોલમાં 64 અને દિનેશ કાર્તિકે 19 બોલમાં અણનમ 41 રન બનાવ્યા હતા. બોલિંગમાં અર્શદીપ સિંહ, આર અશ્વિન અને રવિ બિશ્નોઈએ બે-બે વિકેટ લીધી હતી.
વેસ્ટ ઈન્ડિઝની ખરાબ શરુઆત
વેસ્ટ ઈન્ડિઝની ટીમે 50 રનની અંદર ત્રણ વિકેટ ગુમાવી છે. વેસ્ટ ઈન્ડિઝે 6 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 42 રન બનાવી લીધા છે.




















