IND vs WI: યુઝવેન્દ્ર ચહલની કારકિર્દીનો આવી ગયો The End?
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 વનડે સીરીઝની છેલ્લી મેચ ત્રિનિદાદમાં રમાઈ રહી છે. પરંતુ આ મેચમાં ભારતીય ટીમ ફરી એકવાર યુઝવેન્દ્ર ચહલ વિના મેદાનમાં ઉતરી છે.
World Cup 2023, Yuzvendra Chahal: શું યુઝવેન્દ્ર ચહલને ક્રિકેટ વર્લ્ડકપ 2023 માટે ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં બનાવવામાં આવે? વાસ્તવમાં, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 વનડે સીરીઝની છેલ્લી મેચ ત્રિનિદાદમાં રમાઈ રહી છે. પરંતુ આ મેચમાં ભારતીય ટીમ ફરી એકવાર યુઝવેન્દ્ર ચહલ વિના મેદાનમાં ઉતરી છે. ક્રિકેટ નિષ્ણાતોનું કહેવું છે કે કુલદીપ યાદવ હવે સ્પિનર તરીકે ભારતની પહેલી પસંદ બની ગયો છે. સાથે જ રવિન્દ્ર જાડેજાને તેની બેટિંગના કારણે તક મળવાનું નિશ્ચિત છે. આ કારણે યુઝવેન્દ્ર ચહલ માટે આગળનો રસ્તો આસાન નથી.
શા માટે યુઝવેન્દ્ર ચહલને વર્લ્ડકપમાં તક નહીં મળે?
માનવામાં આવી રહ્યું છે કે, ભારતીય ટીમ વર્લ્ડકપમાં કુલદીપ યાદવને પ્રથમ પસંદગીના સ્પિનર તરીકે અજમાવશે. જ્યારે રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર તરીકે રમશે. આ સ્થિતિમાં યુઝવેન્દ્ર ચહલનું પત્તુ કપાય તે લગભગ નિશ્ચિત છે. જ્યારે અક્ષર પટેલને કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા માટે બેકઅપ તરીકે જોવામાં આવી રહ્યો છે. મતલબ કે જો કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થશે તો અક્ષર પટેલને તક મળશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો ન બનાવ્યા બાદ એવી અટકળો ચાલી રહી છે કે, યુઝવેન્દ્ર ચહલને વર્લ્ડકપ માટે પસંદ કરવામાં નહીં આવે.
ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામે કરશે
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ 2023 ભારતની ધરતી પર રમાશે. આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. જ્યારે વર્લ્ડકપ 2023ની ટાઈટલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં મેચ રમાશે.
જાહેર છે કે, ક્રિકેટની સાથે ચહલને ચેસનો પણ શોખ છે અને જ્યારે તેને તક મળે છે ત્યારે તે તેમાં પણ હાથ અજમાવે છે. ચહલ ગ્લોબલ ચેસ લીગમાં એસજી અલ્પાઈન વોરિયર્સને સપોર્ટ કરશે. યુઝવેન્દ્ર ચહલે એક ટ્વિટ કર્યું છે. આમાં ભારતના શ્રેષ્ઠ યુવા ચેસ ખેલાડી આર.પ્રજ્ઞાનંદ પણ દેખાય છે. ચહલે ટ્વીટ કર્યું કે તે સત્તાવાર રીતે ગ્લોબલ ચેસ લીગમાં જોડાયો છે. યુજીએ ફોટો સાથે કેપ્શન લખ્યું હતું કે, મને જણાવતા આનંદ થાય છે કે હું સત્તાવાર રીતે સ્ટીલ આર્મીમાં જોડાયો છું. હું એસજી એલ્પાઇન વોરિયર્સને સપોર્ટ કરીશ. ચહલની સાથે, પ્રજ્ઞાનંદ પણ આ ફોટામાં છે. ભારતના ચેસ ગ્રાન્ડમાસ્ટર અર્જુન ઇરિગાસી,ગુકેશ ડી અને મેગ્નસ કાર્લસન પણ આ ટીમમાં છે.