IND vs ZIM, 1st ODI: રાહુલ ત્રિપાઠીને મળી શકે છે ડેબ્યૂની તક, ઝીમ્બાબ્વે સામે આવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન?
ઉલ્લેખનીય છે કે ભારત અને ઝિમ્બાબ્વેની ટીમો 6 વર્ષ પછી આમને-સામને થશે.
India vs Zimbabwe First ODI: ભારતીય ક્રિકેટ ટીમ આ દિવસોમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. અહીં બંને ટીમો વચ્ચે ત્રણ વન-ડે મેચની સીરિઝ રમાશે. સીરિઝની પ્રથમ મેચ આજે (18 ઓગસ્ટ) રમાશે. હરારેમાં યોજાનારી આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 12.45 વાગ્યે શરૂ થશે.
Preps ✅
Smiles 🔛
One day away from the first #ZIMvIND ODI! 👍 👍#TeamIndia pic.twitter.com/iIN1poVC6N— BCCI (@BCCI) August 17, 2022
ઉલ્લેખનીય છે કે ભારત અને ઝિમ્બાબ્વેની ટીમો 6 વર્ષ પછી આમને-સામને થશે. છેલ્લી વખત ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 22 જૂન 2016ના રોજ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી. ત્યારબાદ ભારતે હરારે ટી-20 મેચ 3 રને જીતી લીધી હતી.
સીરિઝની પ્રથમ વનડે મેચ માટે ભારતીય કેપ્ટન કેએલ રાહુલ તેના પ્લેઈંગ-11માં રાહુલ ત્રિપાઠીને તક આપી શકે છે. જો આવું થાય છે તો આ રાહુલ ત્રિપાઠીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ મેચ હશે. રાહુલ ત્રિપાઠીને તક આપવા માટે ઋતુરાજ ગાયકવાડને બહાર બેસાડવામાં આવી શકે છે.
ગિલ ધવન સાથે કરી શકે છે ઓપનિંગ
જ્યારે શુભમન ગિલ ઓપનિંગમાં શિખર ધવન સાથે શરૂઆત કરતો જોવા મળી શકે છે. કેપ્ટન રાહુલ પોતે ચોથા નંબર પર બેટિંગ કરતો જોવા મળશે. જ્યારે ઇશાન કિશન અથવા સંજુ સેમસનમાંથી એકને વિકેટ કીપર બેટ્સમેન તરીકે તક મળી શકે છે. ફાસ્ટ બોલિંગમાં મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને અવેશ ખાનને ટીમમાં સામેલ કરવામા આવી શકે છે. દીપક ચહર અને પ્રસિદ્ધ કૃષ્ણાને પણ તક મળી શકે છે.
અક્ષર પટેલ સાથે કુલદીપ યાદવ મેદાનમાં ઉતરી શકે છે. દિપક હુડ્ડા પણ સ્પિન ઓલરાઉન્ડરમાં જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશને સતત બે સીરિઝ(ODI, T20)માં હરાવીને આવનાર ઝિમ્બાબ્વે માટે પડકાર આસાન નહીં હોય.
ભારતીય ટીમની સંભવિત પ્લેઈંગ-11
શિખર ધવન, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ/રાહુલ ત્રિપાઠી, કેએલ રાહુલ (કેપ્ટન), સંજુ સેમસન/ઈશાન કિશન, દીપક હુડા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર/દીપક ચાહર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા/આવેશ ખાન
Pics: ભોજપુરી હસીનાનું ક્રૉપ ટૉપ ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ, જુઓ શૉર્ટ્સમાં કાતિલ અદાઓ....
ICCએ 2027 સુધીની મેચોનો કાર્યક્રમ જાહેર કર્યો, જાણો કયા દેશને કેટલી મેચ મળી, ભારતનું ધ્યાન T20 પર...
LIC Special Campaign : LICની બંધ પોલિસીઓને ફરીથી શરૂ કરવા માટેની તક, જાણો ક્યાં સુધી કરી શકાશે?