(Source: ECI/ABP News/ABP Majha)
Modi Cabinet Decisions: ખેડૂતો માટે કેન્દ્રની મોદી સરકારે કરી મોટી જાહેરાત, હવે ખેડૂતોને થશે આ ફાયદો....
કેન્દ્ર સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય કેબિનેટે ટૂંકા ગાળાની લોન સમયસર ચૂકવનારા ખેડૂતો માટે વ્યાજ અનુદાન (Subvention) સ્કીમ ચાલુ રાખી છે.
Modi Cabinet Decision On Farmer's: કેન્દ્ર સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય કેબિનેટે ટૂંકા ગાળાની લોન સમયસર ચૂકવનારા ખેડૂતો માટે વ્યાજ અનુદાન (Subvention) સ્કીમ ચાલુ રાખી છે. આવી સ્થિતિમાં ટૂંકા ગાળા માટે 3 લાખ રૂપિયા સુધીની લોન લેનારા ખેડૂતોને વ્યાજમાં 1.5 ટકાની છૂટ મળશે.
આ યોજના માટે સરકારે બજેટમાં 34,846 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. વ્યાજ સબવેન્શનની ભરપાઈ કરવા માટે, એટલે કે લોનના વ્યાજની ચૂકવણી પર ખેડૂતોને દોઢ ટકા રિબેટ, સરકાર આ ચુકવણી સીધી ધિરાણ આપતી બેંકો અને સહકારી સંસ્થાઓને કરશે.
Cabinet approves interest subvention of 1.5% per annum on short-term agriculture loan up to Rs 3 lakh. The decision has been taken to ensure adequate credit flow in the agriculture sector: Union Minister Anurag Thakur pic.twitter.com/i0PbZ88c8F
— ANI (@ANI) August 17, 2022
સબવેન્શન સ્કીમ શું છેઃ
તમને જણાવી દઈએ કે, સહકારી મંડળીઓ અને બેંકો દ્વારા ખેડૂતોને સરકાર તરફથી ઓછા વ્યાજ દરે ટૂંકા અને લાંબા ગાળા માટે લોન આપવામાં આવે છે. ઘણા ખેડૂતો આ લોન સમયસર ભરપાઈ કરે છે અને જ્યારે ઘણા ખેડૂતો કોઈ કારણોસર સમયસર લોન ચૂકવી શકતા નથી. આવી સ્થિતિમાં, જે ખેડૂતો સમયસર લોનની ચુકવણી કરે છે, તેઓને જ વ્યાજ સબવેન્શન સ્કીમ (Interest Subvention Scheme)નો લાભ મળશે.
ક્રેડિટ કાર્ડ વડે સસ્તી લોન મેળવોઃ
તમને જણાવી દઈએ કે, હાલમાં સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ઓછા વ્યાજ દરે લોન આપે છે. જે ખેડૂતો પાસે ક્રેડિટ કાર્ડ નથી તેઓ તેમના તાલુકા કચેરીમાં જઈને તેમનું કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) બનાવી શકે છે. જો ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લોન લે છે, તો તેને 4%ના વ્યાજ પર ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળે છે. એટલું જ નહીં, કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા પીએમ કિસાન સન્માન નિધિનો લાભ પણ મળે છે.