IND W vs BAN W Score: ભારત મહિલા એશિયા કપની ફાઈનલમાં, સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 10 વિકેટથી હરાવ્યું
મહિલા એશિયા કપ 2024ની સેમિફાઇનલ મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહી છે. બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
LIVE
Background
Womens Asia Cup 2024: મહિલા એશિયા કપ 2024ની સેમિફાઇનલ મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહી છે. બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. મહિલા ભારતીય ટીમ એવી ટીમ છે જેણે અત્યાર સુધી સૌથી વધુ એશિયા કપ જીત્યા છે. જ્યારે બાંગ્લાદેશે અત્યાર સુધી માત્ર એક જ વાર એશિયા કપનો ખિતાબ જીત્યો છે. હવે આજે બંને ટીમો ફાઈનલમાં જગ્યા બનાવવા માટે ટૂર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલમાં સામસામે ટકરાશે.
તમને જણાવી દઈએ કે મહિલા એશિયા કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સેમીફાઈનલ મેચ દાંબુલાના રંગીરી દાંબુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં સતત ત્રણેય મેચ જીતીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજી તરફ, બાંગ્લાદેશે લીગ તબક્કામાં ત્રણમાંથી બે મેચ જીતી હતી. ભારતીય ટીમ ગ્રુપ-એમાં અને બાંગ્લાદેશ ગ્રુપ-બીમાં હાજર છે. ટીમ ઈન્ડિયા પોતાના ગ્રુપમાં ટોપ પર છે, જ્યારે બાંગ્લાદેશ બીજા ક્રમે છે.
જીતના પ્રબળ દાવેદાર કોણ છે?
ભારતીય ટીમે લીગ તબક્કામાં ત્રણેય મેચ જીતી છે. બીજી તરફ બાંગ્લાદેશે 3માંથી 2 મેચ જીતી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની સેમીફાઈનલમાં જીતવાની સંભાવના ઘણી વધારે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આજે કઈ ટીમ પ્રથમ ફાઇનલિસ્ટ બને છે. જો આપણે બંને ટીમો પર નજર કરીએ તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કુલ 22 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. 22 મેચમાંથી ટીમ ઈન્ડિયાએ 19માં જીત મેળવી છે, જ્યારે બાંગ્લાદેશ માત્ર 3 મેચ જીતવામાં સફળ રહી છે.
ભારતે બાંગ્લાદેશને હરાવ્યું
ભારતીય મહિલા ટીમે મહિલા એશિયા કપ T20ની સેમી ફાઇનલમાં બાંગ્લાદેશને 10 વિકેટે હરાવી દીધું છે. શુક્રવારે દામ્બુલામાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 80 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ આ લક્ષ્યાંક 11 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. સ્મૃતિ મંધાના 39 બોલમાં 55 રન બનાવીને અણનમ રહી અને શેફાલી વર્મા 26 રન બનાવીને અણનમ રહી.
ટીમ ઈન્ડિયાને જીત માટે માત્ર 11 રનની જરુર
શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના ખૂબ જ શાનદાર બેટિંગ કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાએ 10 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વગર 70 રન બનાવી લીધા છે. ટીમ ઈન્ડિયાને જીત માટે માત્ર 11 રનની જરુર છે.
IND W vs BAN W લાઇવ સ્કોર: ભારતની શાનદાર શરૂઆત
શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ ભારતને શાનદાર શરૂઆત અપાવી છે. બંનેએ પાંચ ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 45 રન જોડ્યા છે. મંધાના 17 બોલમાં 27 રન બનાવીને ક્રિઝ પર છે અને શેફાલી 13 બોલમાં 17 રન બનાવીને ક્રિઝ પર છે.
બાંગ્લાદેશે 80 રન બનાવ્યા
મહિલા એશિયા કપની સેમીફાઈનલમાં બાંગ્લાદેશે ભારતને 81 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને બાંગ્લાદેશે 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 80 રન બનાવ્યા હતા. કેપ્ટન નિગાર સુલ્તાનાએ સૌથી વધુ 32 રનની ઇનિંગ રમી હતી. જ્યારે શોર્ના અખ્તરે 19 રન બનાવ્યા હતા. આ સિવાય બાંગ્લાદેશ તરફથી કોઈ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા નહોતા. ભારત તરફથી રેણુકા સિંહ અને રાધા યાદવે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
IND W vs BAN W લાઇવ સ્કોર: બાંગ્લાદેશની પાંચ વિકેટ પડી
12 ઓવર પછી બાંગ્લાદેશે પાંચ વિકેટ ગુમાવીને 37 રન બનાવી લીધા છે. અત્યારે કેપ્ટન નિગાર સુલતાના 14 રન બનાવીને ક્રિઝ પર છે. બાંગ્લાદેશને 11મી ઓવરમાં પાંચમો ફટકો લાગ્યો છે. રાબેયા ખાન કેચ આઉટ થઈ હતી. તે એક રન બનાવી શકી હતી. આ પહેલા રાધાએ એક વિકેટ લીધી હતી જ્યારે રેણુકાએ ત્રણ વિકેટ લીધી હતી.