IND W vs NZ W: રાધા યાદવ બની 'સુપરમેન', મહિલા ક્રિકેટ ઈતિહાસનો અદભૂત કેચ પકડ્યો, જુઓ વીડિયો
Radha Yadav Team India: રાધા યાદવે ન્યૂઝીલેન્ડ સામે બીજી વનડે મેચમાં શાનદાર કેચ પકડ્યો. તેમના કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Radha Yadav Team India: રાધા યાદવ ફીલ્ડિંગના મામલામાં ટોપ ખેલાડીઓની યાદીમાં સામેલ છે. તેમણે ભારત ન્યૂઝીલેન્ડની મેચમાં આ એક વાર ફરી સાબિત કરી દીધું. રાધા યાદવે ન્યૂઝીલેન્ડ સામે વનડે સિરીઝની બીજી મેચમાં કમાલનો કેચ પકડ્યો. તેમના કેચનો વીડિયો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે. મહિલા ક્રિકેટમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે સિરીઝ રમાઈ રહી છે. આની બીજી મેચ અમદાવાદમાં રવિવારે યોજાઈ રહી છે.
ન્યૂઝીલેન્ડે અમદાવાદ વનડેમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો. આ દરમિયાન ટીમ તરફથી નંબર પાંચ પર બ્રૂક હોલિડે બેટિંગ કરવા આવી. ભારત તરફથી 32મી ઓવર પ્રિયા મિશ્રા કરી રહી હતી. મિશ્રાની ઓવરની ત્રીજી બોલ પર બ્રૂકે શોટ રમ્યો. બોલને હવામાં જતો જોઈને રાધાએ તેની પાછળ દોડ લગાવી અને હવામાં કૂદીને કેચ પકડી લીધો. આ ખૂબ જ મુશ્કેલ કેચ હતો. રાધાના આ કેચ પછી સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ. ચાહકોએ BCCIના વીડિયો પર કોમેન્ટ કરી.
📸📸 Catching excellence snapped ft. Radha Yadav 💯
— BCCI Women (@BCCIWomen) October 27, 2024
Live - https://t.co/2sqq9BtvjZ#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank | @Radhay_21 pic.twitter.com/bzQ4c6WyRx
𝘼𝙣𝙤𝙩𝙝𝙚𝙧 𝙍𝙖𝙙𝙝𝙖 𝙔𝙖𝙙𝙖𝙫 𝙨𝙥𝙚𝙘𝙞𝙖𝙡! 🤩
— BCCI Women (@BCCIWomen) October 27, 2024
This time she runs all the way back and successfully takes a skier 👏👏
Maiden international wicket for Priya Mishra as Brooke Halliday departs.
Live - https://t.co/2sqq9BtvjZ#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/nFbs7wTqZ6
પ્રિયા મિશ્રાએ ટીમ ઈન્ડિયા માટે શાનદાર બોલિંગ કરી. તેમણે ન્યૂઝીલેન્ડ સામે અમદાવાદ વનડેમાં 10 ઓવરમાં 49 રન આપીને 1 વિકેટ લીધી. આની સાથે જ 1 મેડન ઓવર પણ નાખી. ન્યૂઝીલેન્ડ માટે સૂઝી બેટ્સે 58 રન બનાવ્યા. તેમની અર્ધશતકીય ઇનિંગમાં 8 ચોગ્ગા સામેલ રહ્યા. જ્યોર્જિયા પ્લિમરે 41 રનનું યોગદાન આપ્યું. કેપ્ટન સોફિયા ડિવાઈને અર્ધશતક ફટકાર્યું.
ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન
સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (wk), હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, તેજલ હસબનીસ, દીપ્તિ શર્મા, રાધા યાદવ, અરુંધતી રેડ્ડી, સાયમા ઠાકોર, પ્રિયા મિશ્રા.
ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન
સુઝી બેટ્સ, જ્યોર્જિયા પ્લિમર, લોરેન ડાઉન, સોફી ડિવાઇન (સી), બ્રુક હેલીડે, મેડી ગ્રીન, ઇસાબેલા ગેજ, જેસ કેર, લી તાહુહુ, એડન કાર્સન, ફ્રાન જોનાસ.
આ પણ વાંચોઃ