શોધખોળ કરો

IND A vs AFG A: ભારતે અફઘાનિસ્તાનને 101 રનથી હરાવ્યું, ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત

india a vs afghanistan a: તિલક વર્માની 59 રનની ઇનિંગ્સ, જ્યારે યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીનું બેટ ફરી શાંત રહ્યું, હવે શ્રીલંકા-અફઘાનિસ્તાનની મેચના પરિણામ પર ફાઈનલનો આધાર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારત A એ અફઘાનિસ્તાન A ને 101 રને હરાવ્યું.
  • કેપ્ટન તિલક (59), પ્રિયાંશ, કુશાગ્રે અર્ધશતક ફટકારી મોટો સ્કોર.
  • નિશાંત સિંધુના 4 વિકેટે અફઘાનિસ્તાન 218 રનમાં સમેટાયું.
  • ભારત A પોઈન્ટ ટેબલમાં ટોચ પર, ફાઇનલની આશા.

india a vs afghanistan a: તિલક વર્માની કેપ્ટનશીપ હેઠળ રમી રહેલી ભારત A ટીમે ત્રિકોણીય શ્રેણીની પાંચમી મેચમાં અફઘાનિસ્તાન A ને 101 રનથી કારમો પરાજય આપ્યો છે. બુધવારે (17 જૂન) રમાયેલી આ મેચમાં શાનદાર જીત મેળવીને ટીમ ઈન્ડિયાએ આ સિરીઝની ફાઇનલમાં પહોંચવાની પોતાની આશાઓને જીવંત રાખી છે. ભારતે પહેલા બેટિંગ કરીને નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટના નુકસાને 319 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 36.5 ઓવરમાં માત્ર 218 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

બેટ્સમેનોનું શાનદાર પ્રદર્શન

ભારત A તરફથી કેપ્ટન તિલક વર્માએ કપ્તાની ઇનિંગ્સ રમતા 75 બોલમાં 5 ચોગ્ગાની મદદથી સૌથી વધુ 59 રન બનાવ્યા હતા. તેમને સાથ આપતા પ્રિયાંશ આર્ય અને કુમાર કુશાગ્રે પણ 58-58 રન ફટકાર્યા હતા. જોકે, યુવા સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી ફરી એકવાર મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ સાબિત થયો હતો. તેણે 28 બોલનો સામનો કરીને 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા.

વૈભવ માટે આ સિરીઝ અત્યાર સુધી કંઈ ખાસ રહી નથી, તેના બેટમાંથી હજુ સુધી એક પણ ફિફ્ટી નીકળી નથી. તેણે રમેલી 4 મેચમાં અનુક્રમે 14, 44, 21 અને 38 રન જ બનાવ્યા છે. એટલે કે 4 મેચમાં તેના નામે માત્ર 117 રન નોંધાયા છે.

અફઘાનિસ્તાનનો ધબડકો

બીજી તરફ, 320 રનના મોટા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાન A ની ટીમ શરૂઆતથી જ દબાણમાં અને ડગમગતી જોવા મળી હતી. ટીમ તરફથી માત્ર બહિર શાહે સૌથી વધુ 57 રનની (52 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગો) ઇનિંગ્સ રમી હતી. અફઘાનિસ્તાનના 4 બેટ્સમેનો તો બે આંકડાના સ્કોર (ડબલ ફિગર) સુધી પણ પહોંચી શક્યા ન હતા.

ભારતીય બોલરોએ કમાલનું પ્રદર્શન કર્યું હતું. જેમાં નિશાંત સિંધુએ સૌથી વધુ 4 વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે યશ ઠાકુરને 2 અને અનુકુલ રોય, સૂર્યાંશ શેડગે, વિપ્રજ નિગમ તથા અંશુલ કંબોજને 1-1 વિકેટ મળી હતી.

આ પણ વાંચોઃ શ્રીલંકન ખેલાડીઓ સાથે બાખડનારા વૈભવ સૂર્યવંશી પર શું પ્રતિબંધ લાગશે? જાણો ICC નો નિયમ

ફાઇનલ માટે શું છે સમીકરણ?

આ મોટી જીત સાથે જ ટીમ ઈન્ડિયા 4 પોઈન્ટ અને +0.797 ના નેટ રનરેટ સાથે પોઈન્ટ ટેબલમાં પહેલા નંબરે પહોંચી ગઈ છે. બીજા ક્રમે રહેલા શ્રીલંકા પાસે પણ 4 પોઈન્ટ છે, પરંતુ તેમનો નેટ રનરેટ ભારત કરતા ઓછો છે. જ્યારે અફઘાનિસ્તાન 2 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

ટીમ ઈન્ડિયાએ પોતાની ચારેય લીગ મેચ રમી લીધી છે, જ્યારે શ્રીલંકા અને અફઘાનિસ્તાને 3-3 મેચ રમી છે. હવે આ બંને ટીમો વચ્ચે છેલ્લી લીગ મેચ રમાશે, જેના પર ફાઇનલનું ચિત્ર સ્પષ્ટ થશે:

જો શ્રીલંકા આ મેચ જીતશે, તો ફાઇનલ મુકાબલો ભારત A અને શ્રીલંકા વચ્ચે રમાશે.

જો અફઘાનિસ્તાન આ મેચ જીતી જાય છે, તો ત્રણેય ટીમોના 4-4 પોઈન્ટ સરખા થઈ જશે. આ સ્થિતિમાં જે બે ટીમોનો નેટ રનરેટ સૌથી સારો હશે, તે બંને વચ્ચે ટાઇટલ મેચ (ફાઇનલ) રમાશે.

આ પણ વાંચોઃ ભારત A માટે હવે 'કરો યા મરો': સતત બે હાર બાદ કેવી રીતે પહોંચશે ફાઇનલમાં?

Frequently Asked Questions

ભારત A અને અફઘાનિસ્તાન A વચ્ચેની મેચનું પરિણામ શું આવ્યું?

તિલક વર્માની કેપ્ટનશીપ હેઠળ રમી રહેલી ભારત A ટીમે અફઘાનિસ્તાન A ને 101 રનથી કારમો પરાજય આપ્યો છે. આ જીતથી તેઓએ સિરીઝની ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે.

ભારત A તરફથી કયા ખેલાડીઓએ સર્વોચ્ચ સ્કોર બનાવ્યો?

કેપ્ટન તિલક વર્માએ 75 બોલમાં સૌથી વધુ 59 રન બનાવ્યા હતા. પ્રિયાંશ આર્ય અને કુમાર કુશાગ્રે પણ 58-58 રન ફટકાર્યા હતા.

ભારતીય બોલરોમાંથી સૌથી વધુ વિકેટ કોણે લીધી?

ભારતીય બોલરોમાં નિશાંત સિંધુએ કમાલનું પ્રદર્શન કરીને સૌથી વધુ 4 વિકેટ પોતાના નામે કરી હતી. યશ ઠાકુરને 2 વિકેટ મળી હતી.

ફાઇનલમાં પહોંચવા માટે ભારત A ટીમની સ્થિતિ શું છે?

ભારત A 4 પોઈન્ટ અને શ્રેષ્ઠ નેટ રનરેટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. જો શ્રીલંકા તેની છેલ્લી લીગ મેચ જીતશે, તો ફાઇનલ ભારત A અને શ્રીલંકા વચ્ચે રમાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
Embed widget