શોધખોળ કરો
પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશને ધૂળ ચટાવ્યા બાદ ઈન્દોરમાં જ રોકાશે ટીમ ઈન્ડિયા, જાણો શું છે કારણ
ભારતીય ટીમે કોલકાતામાં 22 નવેમ્બરથી શરૂ થનારી બીજી ટેસ્ટ માટે ઈન્દોરમાં જ રોકાવાનો ફેંસલો લીધો છે. રવિવારે સાંજના સમયે ટીમ ઈન્ડિયા અહીં અભ્યાસ કરશે. બાંગ્લાદેશની ટીમે પણ ભારતીય ટીમની જેમ ઈન્દોરમાં રહીને પ્રેક્ટિસ કરવાનો અને સમયનો સદઉપયોગ કરવાનો ફેંસલો લીધો છે.

ઈન્દોરઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બીજી ઈનિંગમાં બાંગ્લાદેશની ટીમ 213 રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતનો એક ઈનિંગ અને 130 રનથી વિજય થયો હતો. કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાનો ઈનિંગ અને રનથી 10મો વિજય હતો. કોલકાતાના ઈડન ગાર્ડનમાં 22 નવેમ્બરથી બીજી અને અંતિમ ટેસ્ટનો પ્રારંભ થશે. આ ટેસ્ટ મેચ ડે નાઇટ ફોર્મેટમાં રમાશે. ભારતીય ટીમે કોલકાતામાં 22 નવેમ્બરથી શરૂ થનારી બીજી ટેસ્ટ માટે ઈન્દોરમાં જ રોકાવાનો ફેંસલો લીધો છે. રવિવારે સાંજના સમયે ટીમ ઈન્ડિયા અહીં અભ્યાસ કરશે. બાંગ્લાદેશની ટીમે પણ ભારતીય ટીમની જેમ ઈન્દોરમાં રહીને પ્રેક્ટિસ કરવાનો અને સમયનો સદઉપયોગ કરવાનો ફેંસલો લીધો છે. ગુલાબી બોલથી રમી ચુકેલા ખેલાડીઓના જણાવ્યા મુજબ, સાંજના સમયે સ્થિતિ ઘણી પડકારજનક હોય છે. ટીમ સાથે સંકળાયેલા એક નજીકના સૂત્રના જણાવ્યા મુજબ, અમે સાંજના સમયે અભ્યાસ પર ધ્યાન આપીશું. સાંજે બોલ કેવા પ્રકારનું વર્તન કરશે તેની અમને ખબર નથી. ચેતેશ્વર પુજારા સહિત દુલીપ ટ્રોફીમાં ગુલાબી બોલથી રમનારા ખેલાડીઓના કહેવા મુજબ, સાંજના સમયે ગુલાબી બોલને જોવી મુશ્કેલ હોય છે. આકાશના લાલ રંગના કારણે બોલ નારંગી રંગ જેવો લાગે છે. ખેલાડીઓ ઈન્દોરમાં કાળા રંગની સાઇટ સ્ક્રીન સામે અભ્યાસ કરશે. બંને ટીમો 19 નવેમ્બરે કોલકાતા જવા રવાના થશે. સ્ટાફને અંધારામાં રાખીને ફ્લાઈટમાં ફિલ્મનું કર્યું શૂટિંગ, પાયલટ-એર હોસ્ટેસના ડ્રેસમાં આવ્યા એક્ટર્સ, ફિલ્મ વિશે જાણીને ચોંકી જશો બાલ ઠાકરેની પુણ્યતિથિ પર NCPના નેતાએ આપી પ્રથમ વખત આપી શ્રદ્ધાંજલિ, જાણો વિગત સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ગુમ થયા હોવાના લાગ્યા પોસ્ટર, જાણો શું છે સમગ્ર મામલો
વધુ વાંચો




















